Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

મુળી તાબેના કડમત ગામની સગર્ભાનું બેભાન હાલતમાં મોત

સુમિતાબેન ધરજીયાના મૃતદેહનું રાજકોટમાં ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ

રાજકોટ તા. ૧: મુળીના લખતર તાબેના વડલા ગામે રહેતી સુમિતાબેન શૈલેષભાઇ ધરજીયા (ઉ.વ.૨૬) નામની સગર્ભા કુદરતી હાજતે ગયા બાદ બેભાન થઇ ઢળી પડતાં સુરેન્‍દ્રનગર હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ તેણીને મૃત જાહેર કરવામાં આવી હતી. સગર્ભા હોઇ તબિબે ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવવાનું જણાવતાં પોલીસે મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો.

મૃતકના પતિએ જણાવ્‍યું હતું કે હાલમાં પોતે મુળીના કડમત ગામે ભાગીયુ રાખી મજૂરી કરતાં હતાં. ગુરૂવારે સવારે તેની પત્‍નિ સુમિતાબેન કે જેણીના પેટમાં આઠ માસનો ગર્ભ હતો તે કુદરતી હાજતે ગઇ ત્‍યારે બેભાન થઇ ઢળી પડી હતી. હોસ્‍પિટલમાં તેણીને મૃત જાહેર કરવામાં આવી હતી. તેણીના માવતર મહારાષ્‍ટ્ર રહેતાં હોઇ તેની રાહ જોવાઇ હતી. તબિબે મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરવાનું કહેતાં પોલીસે લાશને રાજકોટ ખસેડી હતી. ંમુળી પોલીસ વિશેષ તપાસ કરે છે.

 

(1:35 pm IST)