Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

જીવનની વિપરીત ઘટનાના સાક્ષી બનીને યુવાનોએ ચિંતાને બદલે ચિંતન કરવુઃ પૂ.ગિરિબાપુ

પોરબંદરના રાણાવડવાળામાં પૂ. ગિરિબાપુ દ્વારા શિવ સ્‍તૃતિ શીવ ગીતોથી વાતાવરણ શીવમય બન્‍યુ ઓડેદરા પરિવાર દ્વારા શિવ કથાના બીજે દિવસે શિવભકતો ઉમટી પડયાઃ શિવકથામાં જિલ્લાના પંચાયતના પૂર્વ પ્રમુખ સાજણબેન ઓડેદરા તથા જામનગરથી માલુઆઇ માતાજી અને મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧ : રાણાવડવાળામાં ઓડેદરા પરિવારના યજમાનપદે ચાલી રહેલી શિવકથામાં પૂ. ગિરિબાપુએ યુવાનને  શીખ આપી કે જીવની વિપરીત ઘટનાના સાક્ષી બનીને યુવાનોએ ચિંતાને બદલે ચિંતન કરવુ જોઇએ.

શિવકથામાં પૂ. ગિરિબાપુએ દ્રષ્‍ટાંત આપતા સમજાવેલ કે શિવ મહા પુરાની એક મહાત્‍મ્‍ય કથામાં જીવન ભરનો દુષ્‍કમી દેવરાજ પોતાના અનન્‍ય શિવભકત માતા-પિતાના પુણ્‍યથી અંતિમ ઘડીયે શિવ મંદિર પહોંચ્‍યો જેને ભોળાનાથે શિવલોકમાં આશ્રય આપ્‍યો બીજી કથામાં દુષ્‍ટ વિદ્યુમની કુચરિત્ર પત્‍ની ચંચલાને જીવનના અંતિમ સમયે શિવકથા સાંભળી શિવભકિત તરફ વળતા શિવલોક પ્રાપ્ત થવું સાથે પોતાના પત્‍નિે પણ મોક્ષ અપાવ્‍યા. પુ.ગિરિબાપુએ કહ્યું જે બ્રાહ્મણના ઇષ્‍ટદેવ મહાદેવ છે. તેવા રાણા વડવાળામાં અબોટી બ્રાહ્મણ પરિવાર માટે શિવકથા કરતા હું ગૌરાન્‍વિત થયો છું નિરૂપણ કરનાર અખબારો અને ટીવીમાં કરનાર પ્રેસ મીડીયાનો દિલથી આભાર પૂ. ગિરિબાપુએ વ્‍યકિત કરતા શિવસ્‍ૃતી, શિવસ્‍તોત્ર શિવગિતો સાથી સંગિતવૃંદ સાથે ગાઇને વાતાવરણ શિવમય બનાવ્‍યું હજારોની સંખ્‍યામાં હાજર શિવભકતોએ મહાપ્રસાદ લીધો.

બીજા દિવસે શિવકથાની આરતીમાં યજમાન પરિવાર સાથેના મહાનુભાવો ગોપાલભાઇ કોઠારી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ કરશનભાઇ ઓડેદરા પૂર્વ ધારાસભ્‍ય, જીવનભાઇ ભોગાયત,  નંદન કુરીયર ડાયાભાઇ લાખાણી, નાથાભાઇ બળેજા, ગિરીશભાઇ વ્‍યાસ સમસ્‍ત બ્રહ્મસમાજ પોરબંદરના આગેવાનો સાથે ઉદયભાઇ ભાલા, સાજણબેન કરશનભાઇ ઓડેદરા, (પૂર્વ પ્રમુખ જિ.પં. પોરબંદર) નિરવ દવે તેમજ જામનગરથી માલુઆઇ માતાજી પધાર્યા હતા.

(1:35 pm IST)