Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

માળીયામિંયાણાના કુંભારીયા ગામે યુવતી સહિત બે ઉપર કુહાડી-ધોકાથી હુમલો

ઘર પાસે ગાળો બોલવા બાબતે ઝઘડો થતા અમારા વિરૂધ્‍ધ ફરીયાદ કરવા જાવ છો.. તેમ કહી ૪ શખ્‍સો તૂટી પડયા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૧ : માળીયામિંયાણાના કુંભારીયા ગામે ઘર પાસે ગાળો બોલવા બાબતે યુવતીએ ટપારતા ચાર શખ્‍સોએ ઘર પાસે આવી હુમલો કર્યો હતો. આ મામલે ઇજાગ્રસ્‍ત યુવતીએ માળીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

માળિયાના કુંભારિયા ગામે રહેતી સોનલબેન દિનેશભાઈ મોરતરીયાએ આરોપી ભરત સોંડાભાઈ, કાનો સોંડાભાઈ, રાજેશ સોંડાભાઈ અને શત્રુધન ઉર્ફે દકુડો સોંડાભાઈ વિરુદ્ધ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે રાત્રિના સમયે આરોપી ભરત શ્વાનને મારતો હતો અને ગાળો બોલતા હોય જેથી સોનલબેને કહેલ કે તમે તમારી શેરીમા કુતરાને મારજો અને અમારા ઘર પાસે ગાળો બોલોમા' તેમ કહેતા ભરત ત્‍યાથી જતા રહેલ અને થોડી વાર પછી પાછો આવ્‍યો હતો. ફરી જેમ ફાવે તેમ બોલવા લાગેલ અને શેરીમા માણસો ભેગા થઈ જતા ભરત ત્‍યાથી જતો રહ્યો હતો.

ત્‍યારબાદ સોનલબેનના મોટાબા કસ્‍તુરીબેન તથા તેના કુટુંબી મોટા બાપુનો દીકરો અંકીત આવેલ અને તેમણે આ બનાવ મામલે માળીયા પોલિસ સ્‍ટેશનમાં જાણ કરી હતી. જેને પગલે આરોપી ભરત ઉશ્‍કેરાઈ ગયો હતો અને આરોપી કાના સાથે સોનલબેનના ઘરે ધસી આવ્‍યો હતો. બંનેના હાથમાં અનુક્રમે કુહાડી લાકડાનો ધોકો હતો. બન્ને આવી કહેવા લાગેલ કે ‘અમારા વિરૂધ્‍ધ ફરીયાદ કરવા જાવ છો' તેમ કહી ઝગડો કરવા લાગ્‍યા.

ઝગડો કરવાની તથા ગાળો બોલવાની ના પાડતા આરોપી ભરતે ગોરધનભાઈને ધોકા વડે માર માર્યો હતો. તેને બચાવવા સોનાળબેન વચ્‍ચે પડતા કાનાએ સોનલબેનને કુહાડી વડે ઘા મારતા તેમના હાથ વચ્‍ચે નાખતા ડાબા હાથમા આંગડી વચ્‍ચે કુહાડી વાગી હતી. તેવામાં આની આરોપી રાજેશ અને દકુડો પણ ઘરમાં આવી ગયા હતા. ઢીકા પાટુનો માર મારવા લાગ્‍યા હતા. પરંતુ આસપાસના લોકો એકઠા થઈ જતાં તમામ આરોપી નાસી ગયા હતા.જે મામલે માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:34 pm IST)