Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

જામવંથલી ગામે અકસ્‍માતે અવસાન પામનાર ખેડૂતના પરિવારને રૂ.૧૦ લાખનો ચેક

જામનગર તા. ૧ : રાજ્‍યના કળષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્‍સ્‍યોધ્‍યોગ, ગ્રામવિકાસ અને ગ્રામગળહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્‍તે જામનગર જિલ્લાના જામવંથલી ગામે અકસ્‍માતે અવસાન પામનાર કરણભાઈ કાનાભાઈ ટોરિયા નામના ખેડૂતના પરિવારને રૂ.૧૦ લાખનો ચેક અર્પણ કરી ખેડૂતના પરિવારને મંત્રીએ સાંત્‍વના પાઠવી હતી.

મંત્રીએ જણાવ્‍યું હતું કે સરકાર દ્વારા ખેડૂતોને મદદરૂપ થવાય તે માટે પૂરતા પ્રયત્‍નો કરવામાં આવી રહ્યા છે. ખેડૂતો આર્થિક રીતે પગભર બને તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તેમજ જો કોઈ ખેડૂતનું અકસ્‍માતે અવસાન થાય તો તેમના પરિવારને મદદરૂપ થવા માટે આર્થિક સહાય પણ કરવામાં આવે છે. જેથી કરીને તેમનો પરિવાર આર્થિક રીતે પગભર બની શકે. ત્‍યારે કરણભાઈનું અવસાન થતાં તેમના પરિવારને રૂ.૧૦ લાખની રકમની સહાય મળતા તેઓને મદદ મળી રહેશે. આ કાર્યક્રમમાં જમવંથલી ગામના અગ્રણીઓ, ખેડૂતો તેમજ ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:34 pm IST)