Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

માહિતી કચેરી,અમરેલીના ટેકનિકલ આસિસ્‍ટન્‍ટ પીપળીયા વયનિવળત્તઃ વિદાયમાન અપાયું

અમરેલી, તા.૧: સરકારી અધિકારી કે, કર્મચારી માટે બે દિવસ અતિ મહત્‍વના હોય છે. એક જ્‍યારે તે સરકારી નોકરીમાં ફરજ પર હાજર થાય એ દિવસ અને ૫૮ કે ૬૦ વર્ષે વયનિવળત્તિ અથવા સેવા નિવળત્તિનો દિવસ. સરકારી કર્મચારીઓ વયનિવળત્ત જરુર થતાં હોય છે પરંતુ, એક મનુષ્‍ય તરીકે મનુષ્‍ય કર્મ અને તેમની ફરજમાંથી તેઓ નિવળત્ત થઈ શકતાં નથી. વિદાયમાન કોઈપણ હોય એ સ્‍થિતિ જ એવી હોય છે કે, હૃદય ભારે બની જાય. આ દ્રશ્‍ય ખરેખર અદભૂત હોય છે. એક સરકારી કર્મચારી કે, અધિકારી તરીકે સમગ્ર કાર્યકાળ દરમિયાન ઈમાનદાર ફરજનિષ્ઠ બની રહેવું ઉપરાંત જવાબદારી તો ખરી જ સાથે ઉત્તરદાયિત્‍વ પણ નિભાવવું એ સામાન્‍ય બાબત નથી. કેવી પળો હોય છે એ નિવળત્તિ સમયની! વયનિવળત્ત થતાં સરકારી કર્મીનું હૃદય ઉપરાંત સાથી કર્મીઓના હૃદય પણ એક પળ માટે થંભી જતા હોય છે! આવા હૃદય થંભાવી નાંખે એવાં દ્રશ્‍યો જિલ્લા માહિતી કચેરી, અમરેલી ખાતે ફરજનિષ્ઠ કર્મચારી અને ઉમદા પ્રેરણાત્‍મક વ્‍યક્‍તિત્‍વ એવાં ટેકનીલ આસિસ્‍ટન્‍ટ વી.આર.પીપળીયા ૩૩ વર્ષની લાંબી કારકિર્દીમાંથી વયનિવળત્ત થતાં સર્જાયા હતા!

વિદાયમાન કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના પત્રકારશ્રીઓ, પરંપરાગત માધ્‍યમના કલાકારો, જિલ્લા માહિતી કચેરી, અમરેલીના ભૂતપૂર્વ અધિકારીશ્રી, કર્મચારીશ્રીઓ સહિતના મહેમાનોએ ઉપસ્‍થિત રહીને વી.આર.પીપળીયાને પુષ્‍પગુચ્‍છ આપી, શાલ ઓઢાડીને તેમનું બહુમાન વધાર્યુ હતુ. ભૂતપૂર્વ નાયબ માહિતી નિયામક  બી. એસ. બસીયા, પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટના સહાયક માહિતી નિયામક સોનલબેન જોષીપુરા,  ગાંધીનગર ખાતે ફરજ બજાવતા શ્રી કિરીટભાઈ બેન્‍કર,   ચંદ્રકાન્‍ત વાઘેલા, હરિકળષ્‍ણ ગોહિલ, અમદાવાદ કચેરી ખાતે ફરજ બજાવતા  રાજેશભાઈ પટેલ,  ભાવનગર ખાતે ફરજ બજાવતા રમેશભાઈ પરમાર, જામનગર ખાતે ફરજ બજાવતા શ્રી યોગેશભાઈ વ્‍યાસ, જિલ્લા માહિતી કચેરી, બોટાદ ખાતે ફરજ બજાવતા  બરાળભાઈ, જિલ્લા માહિતી કચેરી, અમરેલીના ભૂતપૂર્વ કર્મી  જી.વી.દેવાણી, દિવ્‍યપ્રકાશ સમાચાર પત્રના તંત્રી હિંમતભાઈ પટેલ, સંજોગ ન્‍યૂઝના તંત્રીશ્રી સુરેશભાઈ દેસાઇ સહિતના પત્રકારશ્રીઓએ વી.આર.પીપળીયાની ફરજનિષ્ઠાને શબ્‍દસ્‍વરુપે બિરદાવી હતી. વિદાયમાન કાર્યક્રમનું  સંચાલન જિલ્લા માહિતી કચેરી, અમરેલીના ભૂતપૂર્વ કર્મચારીશ્રી ભટ્ટભાઈએ કર્યુ હતુ.  વી.આર.પીપળીયા ટેકનિકલ આસિસ્‍ટન્‍ટ હોવા છતાં વહીવટી અને હિસાબી કામો પણ શ્રેષ્ઠ રીતે કરી શકતા હતા તે તેમની અનેક વિશેષતાઓમાંની એક શ્રેષ્ઠ વિશેષતા હતી.

(1:33 pm IST)