Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

જામનગરના દરેડ ગામમાં ચાર આખલા વચ્ચે યુદ્ધ ખેલાયું : જામનગરના એક આખલાનું મોત

રસ્તામાં વાહન વ્યવહાર થંભી ગયો : કેટલાક લોકોએ છુટા પાડવા પ્રયાસ કર્યો : લોકોમાં ભયનો માહોલ

જામનગર : જામનગરના દરેડ ગામમાં મસીતીયા તરફ જતા રસ્તા પર ચાર આખલા વચ્ચે યુદ્ધ ખેલાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચાર આખલાના યુદ્ધમાં એક આખલાનું મોત થયું હતું. આખલા યુદ્ધના કારણે રસ્તા પર વાહનવ્યવહાર થોડી વાર માટે થંભી ગયો હતો.

  કેટલાક લોકોએ આખલાઓને છુટા પડાવવાનો પ્રયાસ કર્યો હતો આખલાના યુદ્ધની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

  આખલાઓ વચ્ચે યુદ્ધ જેવી ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ આ વિસ્તારમાં રખડતા પશુની અનેકવાર ફરિયાદ કરી હોવા છતા પ્રશાસન આંખ આડા કાન કરતું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો.

(10:43 pm IST)