Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

પોરબંદરમાં ખારવા સમાજનો પરંપરાગત ઉત્સવ ગણગોરઃ પાટલા ધોવાનું મુહૂર્ત યોજાયું

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર તા. ૧ :.. ધુળેટી બાદ માતાજીના સ્થાપન માટે પાટલા ધોવાના મુહુર્ત સાથે ખારવા સમાજના પરંપરાગત ઉત્સવનો પ્રારંભ થયો હતો.

જયારે આજ પડવાના દિવસે પોરબંદર સમસ્ત ખારવા સમાજ તેમજ નવી બંદર ખારવા સમાજ દ્વારા રાંદલ નવરાત્રી ઉત્સવ યાને ગુંગી ગોર, ગણગોર ઉત્સવનો પ્રારંભ નવ દિવસના ઉત્સવનો પ્રારંભ ફાગણ વદ ૧૧ બુધવાર તા. ૬  ના રોજ પ્રારંભ થશે. પ્રથમ પાંચ દિવસ ફાગણ વદ ૧૧ થી ફાગણવડ અમાસ તથા ચૈત્રી નૂતન વરસનો પ્રારંભ ચૈત્રીસુદ ૧, તા. ૧ર  ગુડવી પડવાથી તિથીની વધઘટ હોતાં બે-ત્રીજ અનુક્રમે તા. ૧૪ તથા બીજા કે ત્રીજ તા. ૧પ અથવા તા. ૧૬ ચૈત્રસુદ ૪ રવિવારના પૂર્ણાહૂતિ આ ઉત્સવની થશે. તે પૂર્વ વિક્રમ સવંત ર૦૭૭ ફાગણ વદ ર ને મંગળવારના ખારવા સમાજ દ્વારા જેમને ત્યાં મા ભગવતી રાંદલનું સ્થાપન કરવામાં આવતું હશે ત્યાં તેમને પોતાની ઘર સ્વચ્છ સમુદ્ર પાણીથી ધોઇ શુધ્ધી કરણ કરાય જયાં માતાજી કરવાનું તે સ્થળે ગોબર-માટીથી જમીન લીપણ કરવામાં આવે અને સાંજથી દરરોજ ધુપદીપ કરવામાં આવી શુધ્ધી કરાય. તેમજ અરબી સમુદ્રમાં અસ્માવતી ઘાટે માતાજીની સ્તુતી સાથે લાકડાનો બાજોઠ મસ્તક પર ધારણ સમુદ્રમાં ધોવા જાય અને ત્યાં બાજોઠ ધોવાયા પછી માતાજીનાં છંદ ગાતાગાના પધરાવે. શુધ્ધીકરણ સ્થાપ મુકવામાં આવેલ. અને ફાગણવદ ૧૧ ના સ્થાપન કરવામાં આવે. નવ દિવસ સુધી સવાર-સાંજ માતાજીની સ્તુતી સાથે ભુ-દેવ દ્વારા શાસ્ત્રોકતવિધી અનુસાર પૂજન કરવામાં આવે. ચંડીપાઠ મુખ્ય હોય. નવમા દિવસે સાંજના ૪ વાગ્યા આસપાસ વિર્સજન માટે રવાડી નીકળે. અત્રેના કેદારેશ્વર મંદિર કેદાર કુંડમાં વિર્સજન કરાય.

મુળ રાજસ્થાન સાથે સંકળાયેલ છે. ખારવા સમાજમાં એવી માન્યતા છે કે, તેઓ રાજપૂત વંશ છે. તેઓની અટક પણ રાજપૂતને મળતી આવે છે.

પોરબંદરમાં બંદર વિસ્તાર ખારવાવાડ, શહેરી વિસ્તારમાં નવીબંદર ખારવા સમાજની વસાહત ભગવતી શેરી તેમજ રામાકાંઠા સુભાષનગર, તેમજ નવીબંદર ગામમાં ઉજવાય છે. નવ દિવસના આ ઉત્સવમાં શારદા નવરાત્રી જેટલો મહિમા છે. માત્ર ચાચર ચોકમાં ગરબી મંડાપ છે. તે હોતી નથી. રાત્રીના રાસ-ગરબાની રમઝટ નવ દિવસમાં તિથી વધઘટ થતાં ઉત્સવના દિવસોની ઉજવણીમાં પણ ફેરફાર રહે છે. પુર્ણાહૂતિની આગલી રાત્રે મોટું જાગરણ અખંડ હોય. બીજા દિવસે સવા પહોર દિવસ ચડે ત્યાં સુધી રાગ-ગરબા રમાય.

આ તમામ વ્યવસ્થા પોરબંદર સમસ્ત બારગામ ખારવા સમાજ દ્વારા તેમજ તળપદ પોરબંદર સમસ્ત ખારવા સમાજ અને નવીબંદર ખારવા સમાજ, વાણોટ (પ્રમુખ) પંચ પટેલો, ટ્રસ્ટીઓ, ડાયરામાંથી ચૂંટાયેલા પટેલ વિગેરે સંભાળે છે. સમાજ જ્ઞાતિ મોભીઓ આ જવાબદારી સ્વયંભુ સંભાળે છે. આ ઉત્સવમાં વેરઝેર બાજુમાં મુકાય. કોઇ અનિચ્છનીય બનાવ બનતો નથી. મહાજન વર્ગ આ ઉત્સવમાં હવે જોડાય છે. હાલ દિવ-વણાંક બારામાં ફાગણ ચૈત્ર રાંદલ નવરાત્રી-ગુંગીગોરના ઉત્સવને માંગરોળમાં પણ ઉજવે છે.

(11:31 am IST)