Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

ભાવનગરમાં 10 દર્દીના રીપોર્ટ નેગેટીવ : 6 રીપોર્ટ બાકી

બાકી રીપોર્ટવાળા અન્ય 6 મળી કુલ 10 દર્દીઓ સારવાર હેઠળ

 

ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં ગઈકાલના ચાર અને આજે દાખલ કરવામાં આવેલ અન્ય શંકાસ્પદ દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યાનું જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલે જણાવ્યું હતું.

ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં તા.31ના સાંજ સુધીમાં દાખલ કરવામાં આવેલ 4 શંકાસ્પદ દર્દી,તેમજ આજે તા.1લી એપ્રિલના રોજ દાખલ કરવામાં આવેલ ભાવનગર શહેર અને જિલ્લાના 7 પુરુષ ,7મહિલા અને બે બાળકો મળી કુલ 16 શંકાસ્પદ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.દાખલ કરવામાં આવેલા દર્દીઓના સેમ્પલ લઈને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા,જે પૈકી ગઈકાલના 4 અને આજે દાખલ કરવામાં આવેલ 6 દર્દી મળી 10 દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા હોવાનું તેમજ અન્ય 6 વ્યક્તિઓના રીપોર્ટ આવવાના બાકી હોવાનું વિકાસ અધિકારીએ જણાવ્યું હતું.

ભાવનગરની સર ટી.હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં હાલ અગાઉના 4 પોઝિટિવ રીપોર્ટવાળા દર્દી તેમજ બાકી રીપોર્ટવાળા અન્ય 6 મળી કુલ 10 દર્દીઓ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

(12:28 am IST)