Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

મોરબી પાલિકાનું બજેટ બોર્ડ ન મળતા વિકાસના બિલની ચુકવણી સ્થગિત :અધિકારીઓ-પદાધિકારીઓ માત્ર રોજિંદા ખર્ચ કરી શકશે

લોકડાઉન બાદ બેઠક મળે તેવી શકયતા : કાયમી અને રોજંદારનો પગાર સમયસર ચૂકવાશે

 

મોરબી : માર્ચ મહિનો પૂરો થયા છતાં પાલિકામાં બજેટ બોર્ડની બેઠક મળી નથી હાલમાં દેશભરમાં લોકડાઉન છે અને કલમ ૧૪૪ લાગુ હોવાથી પાલિકામાં બજેટ બોર્ડની બેઠકને બોલાવી શકાય તેમ નથી જેથી વિકાસ કામના બીલ તેમજ અન્ય બીલની ચુકવણીન એબ્રેક લાગી છે ત્યારે મોરબી પાલિકાના વિસ્તારમાં કોઈ પણ પ્રકારની વધારી કામગીરી કરવાની હોય તો પણ પાલિકા પૂર્વ મંજુર વગર કશું કરી શકશે નહી અને હવે જયા સુધી બજેટ બોર્ડની બેઠક મળશે નહિ ત્યાં સુધી પાલિકાના અધીકારી તેમજ પદાધિકારીઓ રોજીંદા ખર્ચા સિવાય કોઈ કામ કરી શકશે નહિ

મોરબી પાલિકા અને વિવાદ એકમેકના પર્યાય બની ગયા હોય તેમ લાગે છે કેમ કે, પાલિકામાં જનરલ બોર્ડ બોલાવવાનું હોય ત્યારે કોઈને કોઈ વિવાદ હોય છે ગત વર્ષે પાલિકામાં બજેટ બોર્ડની બેઠક માર્ચ મહિનામાં બોલાવવામાં આવી હતી જો કે, પાલિકામાં મળનારી બજેટ બોર્ડની બેઠક લોકસભા ચુંટણીની આચાર સહિતના લાગુ હોવાથી તેના ઉપર જીલ્લા કલેકટર દ્વારા બ્રેક લગાવી દેવામાં આવી હતી ત્યાર બાદ ચુંટણી આચારસહિતા પૂરી થયા પછી બજેટ બોર્ડની બેઠક બોલાવવામાં અવી હતી અને શહેરના વિકાસ કામોને મંજુર કરવામાં આવ્યા હતા આવી રીતે ચાલુ વર્ષે પણ માર્ચ મહિનો પૂરો થઇ ગયો છે તો પણ મોરબી પાલિકામાં બજેટ બોર્ડની બેઠક બોલાવવામાં આવી નથી અને વર્ષ ૨૦૨૦-૨૦૨૧ માટેનું બજેટ મંજુર કરવામાં આવ્યું નથી

અત્રે ઉલેખનીય છે કે, પહેલાના સમયમાં ફેબ્રુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયામાં કે પછી માર્ચ મહિનાના પહેલા સપ્તાહમાં પાલિકામાં બજેટ બોર્ડની બેઠક બોલાવવામાં આવતી હતી અને તેમાં શહેરીજનોની સુવિધામાં વધારો કરવા માટેના નિર્ણયો લેવામાં આવતા હતા જો કે, છેલ્લા વર્ષોથી તો માર્ચ મહિનો પૂરો થઇ જાય ત્યાં સુધી અધિકારી અને પદાધિકારીમાં સંકલનનો અભાવ હોય તેમ બજેટ બોર્ડ બોલાવવામાં આવતું નથી ચાલુ વર્ષે ૨૨ મી માર્ચે જનતા કર્ફ્યું હતું ત્યાર બાદ બીજા દિવસે લોક ડાઉન થયું હતું જો કે, ૨૪ મી માર્ચ સુધીમાં કેમ પાલિકામાં બજેટ બોર્ડની બેઠક બોલાવવામાં આવી તે સૌથી મોટો સવાલ છે

સુત્રો પાસેથી મળી રહેલી માહિતી મુજબ ગત ૧૯ મી તારીખે પાલિકામાં કારોબારી સમિતિની બેઠક મળી હતી જેમાં વર્ષ ૨૦૨૦-૨૦૨૧ માટેનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે જો કે ત્યાર બાદ જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં આવી નથી માટે ભવિષ્યમાં નાણાકીય બાબતને લઈને ઈશ્યુ ઉભા થવાની શક્યતાઓ હાલમાં સેવાઈ રહી છે સુત્રોના કહેવા પ્રમણે માર્ચ મહિના પછી પાલિકા દ્વારા કોઇપણ પ્રકારના વિકાસ કામ માટે નાણાકીય ખર્ચ કરી શકશે નહિ અને અગાઉ કરવામાં આવેલા કામના બીલોને પણ હવે જયા સુધી નવું બજેટ મંજુર કરવામાં આવે ત્યાં સુધી ચૂકવી શકાશે નહી ત્યારે પ્રશ્ન ઉભો થાય છે કે, હાલમાં કોરોના વાયરસની વધતી અસર દરમ્યાન લોકોની સુખાકારી માટે કોઇપણ ખર્ચ તાત્કાલિક કરવાનું થાય તો પાલિકાના અધિકારી કે પદાધિકારી કરી શકશે નહિ

પાલિકાના ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ સાથે વાત કરતા તેમને કહ્યું હતું કે, વીજ બીલ, ટેલીફોન બીલ સહિતના સરકારી બીલોનું માર્ચ મહિના સુધીનું ચુકવણું કરી શકાશે તેમજ પાલિકાના કાયમી અને હંગામી કર્મચારીઓના પગાર પણ કરી શકાશે કેમ કે તે ખર્ચા ગત નાણાકીય વર્ષના બજેટમાં મંજુર થઇ ગયા હોય છે જો કે, તે સિવાય વિકાસ કામના કોઈ બીલને હમણા ચૂકવી શકાશે નહિ અને પાલિકાના રોજીંદા ખર્ચા કરી શકાય છે ત્યારે પ્રશ્નએ ઉભો થાય છે કે આકસ્મિક ખર્ચ આવીને ઉભા રહેશે તો અધિકારી અને પદાધિકારીની બેદરકારીના લીધે પાલિકામાં આર્થિક કટોકટી જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો નવાઈ નથી

(12:23 am IST)