Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

એક યુવતી અને એક પુરૂષ

પોરબંદરમાં ર પોઝીટીવ કેસ ગુજરાતમાં હવે ૮૪ કેસ નોંધાયા

પોરબંદર ૪-પ દિવસ પહેલા પોરબંદરમાં ફુવારા પોલિસ લાઇનમાં  રહેતા એક પોલિસ  પરિવારની દિકરી દૂબઇથી પરત આવેલ. ત્યારબાદ તેની માતાને કોરોના વાયરસ પોઝીટીવ આવેલ. એ પછી આજરોજ આ યુવતિની નાની બહેન (ર૭ વર્ષ) અને તેના ડ્રાઇવર (ઉ.૪ર) ને પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે. પોરબંદરમાં આ સાથે માતા-પુત્રી-ડ્રાઇવર મળીને ૩ ને કોરોના પોઝીટીવ આવેલ છે. આ પહેલા અમદાવાદમાં ૮ પોઝીટીવ આવતા કુલ ૮ર થયેલ હવે પોરબંદરમાં બે પોઝીટીવ આવતા આ સાથે ગુજરાતમાં કોરોના પોઝીટીવના ૮૪ કેસ થયા છે.

(5:41 pm IST)