Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

સુરેન્દ્રનગર જિલ્લામાં ર.૧પ લાખ રેશનકાર્ડ ધારકોને એપ્રિલ-માસના અનાજ, ખાંડ, દાળ અને મીઠુ વિનામૂલ્યે

સુરેન્દ્રનગર, તા. ૧: લોકડાઉન કરવામાં આવેલ છે. આ લોકડાઉનની વ્યાપક અસર હેઠળ ધંધા રોજગાર બંધ થયેલ હોય છુટક મજુરી કરનાર રોજિંદી મજૂરી કરી આવક મેળવનાર રોજમદાર, લારી ગલ્લા, રિક્ષાવાળા વગેરે જેઓને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ આવરી લેવાયેલ લાભાર્થીઓને આર્થિક રીતે માઠી અને વિપરીત અસર થયેલ છે. ત્યારે રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજયના ૬૫.૪૦ લાખ રેશનકાર્ડ ધારકોને એપ્રિલ-૨૦૨૦ માસનો જથ્થો વિનામૂલ્યે આપવાનો નિર્ણય કરેલ છે.  સુરેન્દ્રનગર જિલ્લાના કલેકટરશ્રી કે. રાજેશના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા તમામ પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

 સુરેન્દ્રનગર જિલ્લાના અંત્યોદય, NFSA ના APL તેમજ BPL મળી ૨.૧૫ લાખ જેટલા રેશનકાર્ડ ધારકોને  એપ્રિલ માસ માટે અનાજ, ખાંડ, દાળ અને મીઠું વિના મુલ્યે વિતરણ કરવામાં આવશે.જેમાં અંત્યોદય કાર્ડ ધારકોને દર મહિને મળતા ૨૫ કિલો દ્યઉં અને ૧૦ કિલો ચોખા ઉપરાંત કાર્ડ દિઠ ખાંડ, દાળ અને મીઠું એક એક કિલો આપવામાં આવશે. તેમજ NFSA, APL, BPL કાર્ડ ધારકને ૩.૫૦ કિલો દ્યઉં, .૫૦ કિલો ચોખા વ્યકિત દિઠ અને ૧ કિલો ખાંડ, ૧ કિલો દાળ અને ૧ કિલો મીઠું કાર્ડ દિઠ વિના મુલ્યે વિતરણ કરવામાં આવશે.

(1:24 pm IST)