Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

ધ્રાંગધ્રાના કંકાવટીમાં ગાળો બોલવાની ના પાડતા કાના ખીટ પર છ શખ્સોનો છરીથી હુમલો

યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયોઃ અજય ચાવડા, મેહુલ સીંધવ, નિતીન ચાવડા, તુલસી અને ભાવેશ ચાવડા સહિત સાત સામે ફરિયાદ

રાજકોટ તા. ૧: ધ્રાંગધ્રાના કંકાવટીમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા યુવાનને સાત શખ્સોએ ઝઘડો કરી છરી વડે હુમલો કરતા તેને સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. મળતી વિગત મુજબ કંકાવટી ગામમાં રહેતા કાના કાળુભાઇ ખીંટ (ઉ.વ. રપ) રાત્રે પોતાના ઘરે હતો ત્યારે તેની માતા ઘર પાસે ઉભા હતા. તે દરમ્યાન ગામમાં રહેતા અજય મુળજી ચાવડા, મેહુલ રમેશ સીંધવ, નીતીન ચાવડા, તુલસી, ભાવેશ ચાવડા તથા બે અજાણ્યા શખ્સો ગાળો બોલતા હોઇ, તેથી કાના ખીંટ એ ગાળો બોલવાની ના પાડતા અન્ય ચાવડાએ ઉશ્કેરાઇને છરી વડે હુમલો કર્યો હતો અને તેની સાથેના અન્ય શખ્સોએઢ ઢીકાપાટુનો માર માર્યો હતો. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા સાતેય શખ્સો ભાગી ગયા હતા. બાદ કાના ખીટને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો આ બનાવ અંગે સિવીલ હોસ્પિટલ ચોકીના ઇન્ચાર્જ પ્રાથમીક કાગળો કરી ધ્રાંગધ્રા મોકલવા તજવીજ હાથ ધરી છે.

(1:24 pm IST)