Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

વધુ ૪ વહાણો સલાયમાં બોટ કોરોન્ટાઇન

ખંભાળિયામાં શંકાસ્પદ પંદરમો કેસ પણ નેગેટીવ નીકળ્યો

ખંભાળિયા તા.૧ : દેવભુમિ દ્વારકા જિલ્લામાં  કચ્છ તરફથી આવેલ ર૬ વર્ષના શિક્ષક કરોોનાનો શંકાસ્પદ કેસ હતો તથા તેને તાવ ઉધરસ સાથે શ્વાસની તકલીફ હોય તંત્રએ તુરત જ તેને જામનગર ખસીેડેલ જયાં તેનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. અત્યાર સુધીમાં ૧પ કેસ નેગેટીવ પ્રાપ્ત થયા છે.

બે દિવસથી એક  પણ શંકાસ્પદ નહી

બે દિવસથી એક પણ શંકાસ્પદ કેસ ના મળતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે. જો કે સર્વે તપાસ તથા ચેકિંગ સફાઇ ચાલુ છે.

વિદેશથી માલ સામાન હેરફેરમાં ગયેલા સલાયાના વધુ ચાર વહાણો આવતા તેના તમામ ખલાસીઓ સાથે વહાણને પણ દરિયાથી દુર ૧૦ કિ.મી. છે. અત્યાર સુધીમાં કુલ ૧ર વહાણો આ રીતે રખાયા છે. તથા હાલ તેમાં ૧૭૬ ખલાસીઓ દરિયામાં બોટ પર છે તેમનો રોજ ચેકિંગ પણ કરાય છે.

૩ર૮ હોમ કોરોન્ટાઇન છે તથા સ્પેશ્યલ કોરોન્ટાઇનમાં કુહાડીયા આદર્શ શાળામાં રપ દર્દી રખાયા છે.

(1:24 pm IST)