Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

સુરેન્દ્રનગર જિલ્લામાં બંધ રેશન કાર્ડ ચાલુ કરાવવા લોકો જનસેવા કેન્દ્રમાં ધસી આવ્યા

જેનો સિક્કો ન નીકળે તેને અનાજ અને કીટ નહીં મળે

વઢવાણ,તા.૧: સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારથી જ સમિતિઓ બહાર ગ્રાહકોની લાંબી લાઈનો લાગી હતી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી સમિતિઓમાં કોઈ જાનહાની ન સર્જાય અને ઝદ્યડા ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે ત્યારે આ થી સુરેન્દ્રનગર જિલ્લાની સમિતિઓમાં જેમાં પણ કુપન નીકળશે તેને જ આપવામાં આવશે એવું સમિતિ ધારકોએ જણાવ્યું હતું.

જેના પગલે અન્ય કે જેના રેશન કાર્ડ બંધ છે અથવા રેશનકાર્ડ લોક થઈ ગયા છે અને રેશન કાર્ડમાં કૂપન ના નીકળતા હોય તેવા લોકો સુરેન્દ્રનગર જિલ્લાની જનસેવા કચેરીએ ધસી આવ્યા હતા અને તાત્કાલિક આ રેશનકાર્ડ શરૂ કરી દેવા અને સરકારશ્રી દ્વારા આપવામાં આવતી કીટો નો લાભ મેળવવા માટે રેશનકાર્ડ શરૂ કરી દેવા માટે લોકોએ માંગ કરી હતી...

ત્યારે જનસેવા કેન્દ્રમાં આવેલ અધિકારીઓ દ્વારા આ લોકોને ૧૪ એપ્રિલ પછી અને લોક ડાઉનલોડ ની પરિસ્થિતિ ખુલે ત્યારબાદ આવવા માટે સુચના આપવામાં આવી હતી ત્યારે અચાનક જ હજારો લોકો જનસેવા કેન્દ્ર ખસી જવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે રાજેશ પણ ઘટનાસ્થળે દોડી જઈને આ લોકોને સમજાવ્યા હતા અને ૧૪ એપ્રિલ પછી તેમના રેશનકાર્ડ શરૂ થઇ જશે તેવી સલાહ આપી હતી હાલમાં તો સુરેન્દ્રનગર જનસેવા કેન્દ્ર બંધ છે.

૨ લાખ ૧૫ હજાર લોકો આ લાભ મેળવી શકશે

સુરેન્દ્રનગર જિલ્લામાં આથી વહેલી સવારથી પોલીસ બંદોબસ્ત સાથે સુરેન્દ્રનગર જિલ્લા સમેટી ખાતેથી અનાજનો ફ્રી વિતરણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના કુલ બે લાખ પંદર હજાર લાભાર્થીઓ સરકારશ્રીની આ યોજનાનો લાભ મેળવી શકશે ત્યારે આજે વહેલી સવારથી જ સુરેન્દ્રનગર જિલ્લા સમિતિઓ બહાર લાંબી લાઈનો અને લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા સમિતિ ધારકો દ્વારા પણ ગ્રાહકોને વ્યવસ્થિત રીતે પુરવઠો મળી રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે

(1:22 pm IST)