Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

પોરબંદરમાં રેશન કાર્ડ ઉપર વિના મૂલ્યે અનાજ મેળવવા લાઇનોઃ વ્યવસ્થામાં ખામીની ફરિયાદો

પોરબંદર, તા.૧: સરકારની જાહેરાત મુજબ સસ્તા અનાજની દુકાનેથી વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાનું જાહેર થયેલ તે મુજબ  સવારથી સસ્તા અનાજની દુકાને લાંબી કતારો લાગી છે. સરકારી જાહેરાત મુખ્યમંત્રીએ કરેલી જાહેરાત પ્રમાણે રેશનકાર્ડ ધારકો અંત્યોદય, બીપીએલ, મા અન્નપૂર્ણા યોજના હેઠળ આવરી લેવાયેલ કાર્ડ ધારકોને તેમજ જેમની પાસે રેશનકાર્ડ છે તેને સરકારશ્રીના દ્વારા અનાજ વિતરણ નો લાભ ન મળતો હોય એવા કાર્ડ ધારકોને પણ માનનીય મુખ્યમંત્રીની જાહેરાત મુજબ વિનામૂલ્યે અનાજ આપવાનું છે. જે વિતરણ કરવાનું છે પરંતુ સ્થાનિક વહિવટી તંત્રએ કે તેમ કહે છે કે કે જેના લિસ્ટ માં નામ છે તેવા જ કાર્ડ ધારકોને અનાજ મળશે. બીપીએલ કાર્ડ ધારકો, માં પૂર્ણા યોજનાના કાર્ડ ધારકોને અનાજ વિતરણ કરાશે જયારે અંત્યોદય કાર્ડ અને બીપીએલ કાર્ડ ધારકોના કેટલાક નામ કમી કરી નાખેલ છે. તેમને અનાજ વિગેરે વિતરણઙ્ગ થશે નહીં. અને લાભથી વંચિત રહેશે જેના કારણે ૧૦ થી ૧૫ ટકા જ રેશનકાર્ડ ધારકો કે જેમના નામ લિસ્ટમાં છે તેમને જ મળશે. કેટલાક અંત્યોદય કાર્ડ, બીપીએલ કાર્ડ ધારકો કે જેમને મા અન્નપૂર્ણા યોજના નો લાભ મળે તેવી અમુક વ્યકિત ઓ ને રેશન કાર્ડ ધારકો ના નામ કમી કરી નાખ્યા છે.જેનો હોબાળો થયો છે સરકાર વતી મુખ્યમંત્રીશ્રીએ જે જાહેરાત કરેલ છે તે મુજબ વહીવટી તંત્ર વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાની ના પાડે છે. તેઓ કહે છે કે ઉપરથી સૂચના નથી.

પોરબંદરમાં ગરમી વધી

પોરબંદર, તા.૧: સૂર્યપ્રકાશિત વાતાવરણ અને ગરમી વધી છે. હવાનુ દબાણ વધ્યુ છે. ગુરૂતમ ઉષ્ણતામાન ૩૧,૯ એ.ગ્રે. લઘુતમ ઉષ્ણતામાન ૨૭,૪ એગ્રે તેમજ ૮૨ ટકા હવાનું દબાણ ૧૦૧૩,૯ એચ.વી.એ. સુર્યોદય ૬,૪૫ તથા સુર્યાસ્ત ૭,૦૬ મીનીટે.

(1:21 pm IST)