Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

જેતપુર રાહત સમિતિ દ્વારા ૬ હજાર ગરીબ લોકોને કીટ અપાશે : રાદડીયા

જેતપુર, તા.૧ :  શહેરમાં અનેક સેવાભાવી સંસ્થાઓ તેમજ સેવાભાવિ લોકો દ્વારા ગરીબ લોકોને તેમજ દરરોજનું પેટીયુ રડતા શ્રમજીવીઓને ભૂખ્યા રહેવું ન પડે માટે ભોજન બનાવી તેમના ઘર સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે તો શહેરની રાહત સમિતિ દ્વારા કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના માર્ગદર્શન હેળ જેતપુર શહેર તાલુકો, જામકંડોરણામાં વસ્તા એવા લોકો કે તેની પાસે કુપન નથી તેઓને સહાય માટે છ હજાર અનાજની કીટ તૈયાર કરવામાં આવી છે. જેમાં પ કિલો લોટ, પ કિલો બટેટા, પ કિલો ચોખા, ૧ કિલો દાળ, ૧ કિલો ખાંડ, ૧ કિલો તલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગઇ કાલે ધોરાજી રોડ ખાતે આવેલ પટેલ સમાજ ખાતે જયેશભાઇ રાદડીયા, વી.ડી. પટેલ, જેન્તીભાઇ રામોલીયા, સુરેશભાઇ સખરેલીયા, હરેશભાઇ ગઢીયા, દિનેશભાઇ ભુવા, વિરજીભાઇ વેકરીયા, કૈલષભાઇ વૈશ્ણવ સહિત અનેક કાર્યકર્તાઓએ કીટ તૈયાર કરેલ તેનું વિતરણ ટુંક સમયમાં કરવામાં આવશે.

(1:15 pm IST)
  • દિલ્હીના નિઝામુદ્દીન મરકઝથી પાછા ફરેલ તબ્લીગી જમાતના વ્યકિતનું ભાવનગરમાં મૃત્યુ થતાં ખળભળાટ : નવભારત ટાઈમ્સનો અહેવાલ access_time 11:31 am IST

  • દિલ્હી તબલીગ મુસ્લિમ કાર્યક્રમો અને કોરોના ફેલાવા અંગેના બનાવમાં : ૮૦૦ વિદેશી નાગરિકોને વિઝા રદ કરી તેમને બ્લેક લીસ્ટ કરવા હુકમો access_time 4:08 pm IST

  • આણંદ પંથકના ૧૩૦ મુસ્લિમ ભાવિકો તબ્લીગી જમાતના કાર્યક્રમમાં દિલ્હી ગયા હતા : દિલ્હીના પાંચ માળાના મરકઝ બિલ્ડીંગમાં (નિઝામુદ્દીન વિસ્તારમાં) દિવસો સુધી યોજાયેલ કાર્યક્રમમાં દેશના લગભગ તમામ ભાગોમાંથી તબ્લીગી મુસ્લિમોએ હાજરી આપેલઃ આમ અચાનક અણુ બોંબ વિસ્ફોટની જેમ દેશના ખૂણે ખૂણે કોરોના પહોંચી ગયો છેઃ ત્યારે ગુજરાતમાં પણ અનેક શહેરોમાંથી આ સંમેલનમાં હાજરી આપવા તબ્લીગી મુસ્લિમો ગયાનું બહાર આવેલ છેઃ મળતી વિગતો મુજબ આણંદ પંથકમાંથી ૧૩૦ લોકો દિલ્હીના આ કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલ તેમની ખેડા કલેકટર અને પોલિસતંત્ર રાતોરાત તપાસમાં લાગી ગયેલ છે access_time 11:33 am IST