Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

અમરેલી જીલ્લાના ૫૭ કેદીઓને તેમના પરિવાર સુધી પહોંચાડતુ લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલ

અમરેલી,તા.૧:  જિલ્લા જેલ અધિક્ષક બાબરીયા સાહેબે આ કેદીઓને મૂકવા માટે વાહનની વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું અને એમણે આ સેવા માટે લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલને સૂચન કર્યું. બાબરીયા સાહેબે ઝડપથી કેદીઓને છોડવા માટેની કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરીને બધા કાગળો તૈયાર કરાવી આપ્યા હતા.ઙ્ગ

લાયન્સ સેક્રેટરી દિવ્યેશ વેકરીયાએઙ્ગ લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિકટ ૩૨૩૨ જેના સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિકટ ગવર્નર વસંત મોવલિયા, પ્રમુખ રમેશભાઇ કાબરીયા અને કલબ એડમિન રિતેશ સોની સાથે વાત કરી. વિકટ સ્થિતિમાં કેદીઓ પોતાના ઘરે પહોંચી શકે તે માટે વસંત મોવાલિયાએ વાહન વ્યવસ્થા માટે તૈયારી બતાવી.

વાહનની વ્યવસ્થા કર્યા બાદ સરકારશ્રીના નિયમ મુજબ જે તે વિસ્તારના કેદીઓના રૂટ બનાવી પરવાનગી પત્ર સાથે વાહનોને જવા દેવામાં આવ્યા હતા.

વસંત મોવલિયાએ જણાવ્યું હતું કે, લોક ડાઉન ના સમયમાં જાહેર માર્ગ પર કોઈ વાહન મળી ન શકે. આવા સમયમાં બાબરીયા સાહેબે અમને આ સેવા કરવાનું કામ સોંપ્યું. આવા સમયમાં તેઓ તેમના ઘરે પહોંચી શકે એ માટે અમારે માત્ર નિમિત્ત્। બનવાનું હતું.

(1:13 pm IST)
  • બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી મોટી કટોકટી : યુનોની જાહેરાત : યુનોના વડાએ કોવિડ-૧૯ બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી મોટી કટોકટી કરી છે : તેમણે કહ્યું છે કે આ રોગ અને તેની આર્થિક અસરથી અસ્થિરતા, અશાંતિ અને સંઘર્ષ ઉત્પન્ન થશે : યુનોના વડા એન્ટોનિયો ગુત્તેરેસે ૩૧ માર્ચે કોવિડ-૧૯ની સામાજીક આર્થિક અસરો અંગેનો એક રીપોર્ટ રજૂ કરતી વખતે ઉપરોકત વાત કહી હતી. access_time 1:08 pm IST

  • ઉ.પ્ર.થી ૨૯ મુસ્લિમ ધાર્મિક પ્રચારકો અમદાવાદ આવ્યા : મઉના ૧૯ અને મુઝફફરનગરના ૧૦ પ્રચારકો છે : ૧૧ માર્ચથી દરિયાપુરમાં : તમામ નજરકેદ હેઠળ (ન્યુઝ ૧૮ ગુજરાતી) access_time 1:11 pm IST

  • વિશ્વ વિખ્યાત ભારતીય મુળના 'વાયરોલોજીસ્ટ' ગીતા રામજીનું કોરોના વાયરસમાં દ. આફ્રિકામાં મૃત્યુ : હમણા જ લંડનથી દક્ષિણ આફ્રિકા પરત ફરેલ access_time 3:31 pm IST