Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

સાવરકુંડલા રેસનીંગ દુકાને પુરવઠો ખરીદવા કતારો

સાવરકુંડલાઃ કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે સરકાર દ્વારા અનેકવિધ પગલાં લેવાઇ રહ્યા છે. આગામી બે સપ્તાહ સુધી હજી લોકડાઉન ચાલુ જ રહેવાનુ ત્યારે તમામ ધંધા રોજગાર ઠપ્પ થયા છે. નાના-અને મધ્યમ વર્ગનાં લોકોને તો આઠ દિવસથી આર્થિક મુશ્કેલી ખુબ જ વધી છે ત્યારે સરકાર દ્વારા રેશનીંગની દુકાનોએથી બી.પી.એલ અને અંત્યોદય કાર્ડ ધારકોને વિના મૂલ્યે ઘઉં, ચોખ્ખા, દાળ, ખાંડ આપવાની આજથી શરૂઆત કરી છે. અન્ય કાર્ડ હોલ્ડરોને પણ સરકારી ભાવો અનાજ વિતરણ આજથી શરૂ થતા વહેલી સવારથી જ સાવરકુંડલા શહેરમાં જાહેર વિતરણની દુકાનો ઉપર ખરીદી માટેની લાંબી-લાંબી લાઇનો લાગી ગઇ હતી, અહિં પોલીસ હોમગાર્ડ જ દ્વારા લોકોને લાઇનમાં વચ્ચે-વચ્ચે અંતર રાખવામાં આવ્યુ હતુ. તો નગરપાલિકા દ્વારા પણ જરૂરી સુપરવિઝન કરવામાં આવ્યુ હતું. તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃદિપક પાંધી)

(1:11 pm IST)