Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

મોરબી યાર્ડ અને મયુર ડેરી દ્વારા પ-પ લાખની રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવી

યુવા ઉદ્યોગપતિ દ્વારા પી.એમ. રાહત ફંડમાં ૧.૧૧ લાખ આવ્યા

મોરબી, તા. ૧ : કોરોના મહામારીને પગલે શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોરબી દ્વારા ૫ લાખની રકમ મુખ્યમંત્રી રાહતફંડમાં આપવામાં આવી છે તે ઉપરાંત શ્રી મોરબી જીલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી (મયુર ડેરી) દ્વારા પણ ૫ લાખનું અનુદાન આપવામાં આવ્યું છે અને મોરબી માર્કેટિંગ યાર્ડ તેમજ મયુર ડેરી દ્વારા ૫-૫ લાખ એમ કુલ ૧૦ લાખની આર્થિક મદદ આપવામાં આવી છે.

મોરબીના ઉદ્યોગપતિઓ લાખો અને કરોડોની રકમ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી રાહત ફંડમાં અનુદાન કરી ચુકયા છે ત્યારે વધુ એક મોરબીના યુવા ઉદ્યોગપતિ અજયભાઈ લોરિયાએ ૧.૧૧ લાખની રકમ પીએમ રાહત ફંડમાં આપી છે.

અજયભાઈ લોરિયા અગાઉ લાખો કિમી પ્રવાસ ખેડીને પુલવામાંના શહીદના પરિવારોને લાખોની આર્થિક સહાય હાથોહાથ પહોંચાડી ચુકયા છે કોરોના મહાસંકટ છે ત્યારે તેમાં પણ પોતાનું યોગદાન આપ્યું છે.

વિટ્રીફાઈડ એસો પ્રમુખ મુકેશભાઈ ઉધરેજાએ પોતાની ફેકટરીઓ કલ્યાણ ગ્લેઝ ટાઈલ્સ (લેટીના), લેટીગ્રેસ વિટ્રીફાઈડ પ્રા. લી, લેટીક વિટ્રીફાઈડ પ્રા. લી અને સ્વરાજ મિનરલ્સ ફેકટરી સાથે જોડાયેલા શ્રમિકોને ૧૫ દિવસથી વધુ ચાલે તેવી રાશન કીટ તૈયાર કરીને વિતરણ કરી  છે.

(12:04 pm IST)