Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

માણાવદરમાં સ્વામિનારાયણ મંદિર દ્વારા ૧૦૦૦ ફુડ પેકેટોનું વિતરણ

પત્રકારોએ પોલીસ હોમગાર્ડ જવાનોને ફુડ પેકેટો આપ્યા

માણાવદર તા. ૧: રરપ વર્ષથી પણ વધુ પ્રાચીન સ્વામીનારાયણ મંદિર દ્વારા હાલ લોકડાઉન સ્થિતિમાં રોજે રોજનું કમાઇ ખાતા લોકોની મુશ્કેલીને લઇને સ્વામીનારાયણ મંદિરના કોઠારી સ્વામી મોહનપ્રસાદ દાસજીએ ૧૦૦૦/- હજાર ફુડ પેકેટ ચવાણું ૧૦૦૦/- કિલો માલ બનાવી શહેરના નાના પરિવાર કે જે ઝુંપડામાં રહે છે તેને જાતે જઇ ટીમ સાથે રાખી વિતરણ કરેલ આમાના ઘણા પરિવારોએ એવું કહ્યું સારૃં થયું તમે ઘરે-ઘરે પહોંચાડવા આવ્યા બાકી કોઇ આવ્યું નથી ફુડ પેકેટ વિતરણમાં પાલિકા ચીફ ઓફિસર મામલતદાર કે તંત્રને જાણ કરવા છતાં જોડાયા નહોતા માત્ર પાલિકાના સેનીટેશન વિભાગના એકમાત્ર સેવાભાવી મનીષ ખખ્ખર જોડાય ઘરે-ઘરે ફુડ પેકેટ વિતરણ કરવા મદદ કરી લોકો સેવા કરવા માગે છે આ સાથે સ્વામીનારાયણના કોઠારી સ્વામીશ્રી મોહનપ્રસાદ દાસજીને અનેક પરિવારોએ આશિર્વાદ આપ્યા હતા.  આ વિતરણમાં હરિભકતો ત્થા પત્રકારો જીગ્નેશ પટેલ, ગીરીશ પટેલે પણ ફુડ પેકેટ વિતરણ કર્યું.

પત્રકારો દ્વારા ફુડ પેટે અપાયા

કોરોના વાયરસ સંદર્ભે લોકડાઉન સ્થિતિમાં ર૪ કલાક સતત સેવા બજાવતા પોલીસ-હોમગાર્ડસ જવાનોને તેના પોઇન્ટ ઉપર જઇ ફુડ પેકેટ પત્રકારોએ વિતરણ કરી તેના હાલચાલ પૂછયા હતાં. આ પત્રકારોની ફુડ પેકેટની સેવા સાથે સથવારા સમાજના યુવાનોએ પણ ચા-પાણીની સેવા પુરી પાડી હતી.

(12:02 pm IST)