Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

ગોંડલમાં આવન જાવન માટે પોલીસ તંત્ર દ્વારા માત્ર બે જ રસ્તા ખુલ્લા

ગોંડલ : ગોંડલ નાયબ પોલીસ અધિક્ષક ઝાલાએ જણાવ્યું હતું કે લોકડાઉન શરૂ થયું ત્યારથી અનેકવાર વાહનચાલકોને બિનજરૂરી રીતે રસ્તા ઉપર ના નીકળવા પોલીસ દ્વારા સમજાવવામાં આવ્યા હતા તેમ છતાં પણ દ્યણા વાહનો ખોટી રીતે રખડપટ્ટી કરતા હોવાની વ્યાપક ફરિયાદો ધ્યાને આવતા આવન-જાવન માટે હવેથી શહેરના માત્ર બેજ મુખ્યમાર્ગ ખુલ્લા રાખવામાં આવ્યા છે. જેમાં શહેરની પૂર્વ તરફ એ મોવિયા ચોકડી અને પશ્યિમ તરફ ગુંદાળા ચોકડી ખુલ્લી રાખવામાં આવી છે આ સિવાયના તમામ માર્ગો બંધ કરાયા છે. આ અંગે મેડિકલ અને પુરવઠા વિભાગને પણ જાણ કરાઈ છે. મુખ્ય માર્ગો ઉપર પોલીસ બંદોબસ્તની તસ્વીર.

(11:58 am IST)