Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

મોરબીમાં પોલીસ જવાનોનું થર્મલ સ્કેનર દ્વારા ચેકઅપ

 મોરબી : લોકડાઉનની ફરજમાં રોકાયેલ પોલીસના સ્વાસ્થ્યની ચિંતા કરતા રાજયના ડાયરેકટર જનરલ ઓફ પોલીસ શિવાનંદ ઝા દ્વારા તમામ પોલીસ જવાનોને પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવા સૂચન કરેલ અને જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાદ્યેલા પોલીસ અધિકારી સાથે ડોકટર પણ છે તેને ધ્યાન પર આવેલ કે પોલીસ પોતાની ફરજ દરમિયાન અનેક લોકોના સંપર્કમાં આવતા હોય જેથી પોલીસ જવાનોના સ્વાસ્થ્યની કાળજી રાખવા એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરી દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મચારીઓ અને મહિલા પોલીસ સ્ટેશન સ્ટાફ તેમજ લોકડાઉનના તમામ પોઈન્ટના પોલીસ કર્મચારીનું તાલુકા હેલ્થ ઓફિસર ડો આર એન કોટડીયા તેમજ ડો વી આર અગોલા દ્વારા થર્મલ સ્કેનર દ્વારા ચકાસણી કરવામાં આવી હતી સાથે જ પોલીસ જવાનોને સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવા અને માસ્ક અને સેનેટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું. થર્મલ સ્કેનરથી ચેકીંગ કરવામાં આવ્યું તે તસ્વીરો.

(11:53 am IST)