Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

મોરબીમાં સિરામીકમાં કામ કરતા અમરસિંગે મહેનતની કમાણીના પ હજાર સેવા કાર્ય માટે આપ્યા

પી.આઇ. પી.બી. ગઢવીએ સી.એમ. રાહત ફંડમાં ૧૧ હજાર જમા કરાવ્યાં

મોરબી, તા. ૧:  મૂળ એમપીના રહેવાસી અને હાલ ઉંચી માંડલ પાસે લેવીસ ગ્રેનાઈટોમાં સ્પ્રે ડાઈ ઓપરેટર તરીકે કામ કરતા અમરસિંગ બાબુલાલ સૂર્યવંશી નામના શ્રમિકે પોતાની મહેનતની કમાણીમાંથી ૫૦૦૦ રૂ સેવાકાર્યો માટે અનુદાન આપ્યું છે હાલ શ્રમિકો પોતાના પેટની ચિંતા કરી રહયા છે ત્યારે આ દાનવીરે ૫૦૦૦ રૂ ની રકમ યંગ ઇન્ડિયા ગ્રુપને આપી છે જે લોકોના સેવાકાર્યમાં વપરાશે

તે ઉપરાંત મોરબી સીટી બી ડીવીઝન પીઆઈ પી બી ગઢવીએ ૧૧ હજારની રકમ સીએમ રાહત ફંડમાં આપી છે જયારે બી ડીવીઝનના ડી સ્ટાફના પોલીસ જવાનોએ પણ ૫ હજારની રકમ સેવાકાર્યો માટે આપી છે.

(12:09 pm IST)