Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

મુન્દ્રા મરીન પોલીસે કન્ટેનરમાંથી બિહારી મજૂરો પકડ્યાઃ ટ્રક દ્વારા ગાંધીધામ પહોંચી બિહાર જવાના હતા

ભુજ,તા.૧: મુન્દ્રા મરીન પોલીસે ભદ્રેશ્વર ચેક પોસ્ટ ઉપર ગઈકાલે એક ટ્રકને રોકી તેમાં કન્ટેનરમાં ભરાઈને બેઠેલા પંદર મજૂરોને પકડ્યા હતા. મુન્દ્રા લેબર કોલોની માં રહેતા આ મજૂરો કોરોનાના ભયને કારણે પરત વતન જવા માંગતા હતા. તેમને ટ્રક ડ્રાઈવર કન્ટેનરમાં બેસાડી ગાંધીધામ મુકવાનો હતો. ત્યાંથી આ મજૂર બિહાર જવા માંગતા હતા. જોકે, મુન્દ્રા મરીન પોલીસની સમજાવટ પછી આ મજૂરો પરત પોતે રહેતા હતા તે લેબર કોલોનીમાં મુન્દ્રા પરત ફરવા તૈયાર થતાં તેમને પરત મુકવાની વ્યવસ્થા કરાઈ હતી. કન્ટેનરમાં મજૂરોને ભરનાર ટ્રક ચાલક અને કલીનર સામે ગુનો નોંધી પોલીસે તેમની અટક કરી હતી.

(11:45 am IST)