Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

પોરબંદર કાંઠે ફિશીંગ બોટોના ખડકલા

પોરબંદર તા. ૧: લોકડાઉન દરમિયાન દરિયામાં ફિશીંગમાં ગયેલ મોટા ભાગની બોટો પરત આવી ગઇ છે. જેના કારણે બારામાં બોટોના ખડકલા થયાં છે.

ફિશીંગ કરી પરત આવેલ કેટલીક બોટોના ખલાસીઓને ખાવા પીવાની તકલીફ થઇ રહેલ છે. બોટ માલિકો ફરકતા ન હોય આવી સ્થિતિ થઇ છે.

પરત આવેલ ફિશીંગ બોટ ઉના-કોડીનાર પંથકના ખલાસીઓને વતનમાં જવા વ્યવસ્થા થયેલ ન હોય કેટલાંક પગપાળા જવા રવાના થતાંનું વહીવટી તંત્રના ધ્યાને આવતાં વ્યવસ્થા માટે કાર્યવાહી કરી હતી.

(11:43 am IST)