Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

કોડીનારના પાંચ વર્ષના બાળકનું સફળ ઓપરેશન કરતા જૂનાગઢના ડો. અમિત ભુવા

બાળક બટન બેટરી ગળી ગયો હતો : તબીબે એન્ડોસ્કોપથી બહાર કાઢયું

જુનાગઢ, તા. ૧: જુનાગઢની ત્રિમૂર્તિ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલના ડાયરેકટર ડો. ડી.પી. ચીખલીયાએ જણાવ્યું હતું કે, ડો. અમિત ભુવાએ પ વર્ષના પેટમાંથી બેટરી કાઢી તેને નવજીવન આપ્યું છે. તેઓએ વધુમાં જણાવેલ કે કોડીનારના એક ગરીબ પરિવારનો પ વર્ષનો બાળક બટન બેટરી ગળી ગયો હતો.

બાદમાં આ પરિવાર બાળકને લઇને જુનાગઢની ત્રિમૂર્તિ હોસ્પિટલે આવતા તેને ડો. દિલીપ ચોથાણી, ચિંતન ચોવટીયા તથા મીસ સુનિતા, મીસ ચાંદની સહિતની ટીમ ખડેપગે આ લોકડાઉન વચ્ચે સેવા આપી હતી અને આ ટીમે એનેસ્થેસીસયા આપ્યા બાદ ડો. અમિત ભુવાએ એન્ડોસ્કોપીથી બેટરી બહાર કાઢી બાળકને નવજીવન આપ્યું હતું. ડો. દેવરાજ ચીખલીયાએ વધુમાં જણાવેલ કે, બેટરી અન્નનળી અને હોજરી પાસે પડી હતી જો વધારે સમય રહે અને બેટરી ફાટે તો કેમીકલના કારણે ભારે નુકશાન થઇ શકે તેમ હતું, પરંતુ સમયસર સારવારથી આ બાળકને નવજીવન મળ્યું છે. આ ત્રિમૂર્તિ હોસ્પિટલની ટીમને હૃદયથી અભિનંદન પાઠવ્યા હતાં.

(11:40 am IST)