Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

કોરોના સંક્રમણ અટકાવવા સારવાર તેમજ સાધન સુવિધા માટે જામનગર સંસદીય વિસ્તારમાં ૧ ,૧૦ કરોડની ગ્રાન્ટ ફાળવતા સાંસદ પૂનમબેન માડમ

પ્રધાનમંત્રી રીલીફ ફંડમાં એક મહિનાનો પગાર જમા કરાવતા સંસદસભ્ય પૂનમબેન માડમ

જામનગર: કોરોના જેવી વૈશ્ર્વિક મહામારી સામે જરૂરી પગલા લેવા તેમજ  સંક્રમણ અટકાવવા અને સારવાર માટે દરેક સ્તરે જહેમત ઉઠાવવામાં આવી રહી છે તેમાં જરૂરી સાધન-સામગ્રીઓ લેવા તેમજ સારવારના વિવિધ તબક્કે મદદરૂપ થવા જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમએ જામનગર સંસદીય વિસ્તાર એટલેકે જામનગર જિલ્લા  અને દેવભૂમિ દ્વારકા જિલ્લા માં તેમજ મોરબી-ટંકારા તાલુકાના અને પડધરી તાલુકા ના ગામો જે જામનગર સંસદીય વિસ્તારમાં આવે છે તે તમામ વિસ્તાર માટે મળીને  તેઓની સાંસદ નિધીમાંથી રૂપિયા એક કરોડ દસ લાખ ની ગ્રાન્ટ ફાળવી છે
  ઉપરાંત કોવિદ-૧૯ ની મહામારી અંગેની  સારવાર અને સંક્રમણ અટકાવવા  કેન્દ્ર સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમા દેશભરમાં અથાગ જહેમત સાથેના  લેવાઇ રહેલા અનેકવિધ  પગલાઓ માં   એક નમ્ર પ્રયાસના ભાગરૂપે ખાસ પ્રદાન સ્વરૂપે  પ્રધાનમંત્રી રીલીફ ફંડમાં સંસદસભ્ય પૂનમબેન માડમએ એક મહિનાનો પગાર જમા કરાવ્યો છે
   રૂપિયા એક કરોડ દસ લાખની ગ્રાન્ટ સંસદસભ્યપૂનમબેન માડમ દ્વારા  ફાળવાઇ છે તેમાં જામનગરની જી.જી.હોસ્પીટલમા જરૂરી સાધન-સામગ્રી માટે રોગી કલ્યાણ સમિતિને રૂપિયા ત્રીસ લાખ,દેવભૂમિ દ્વારકા જિલ્લાના મથક જામખંભાળીયાની  જનરલ હોસ્પીટલ માટે રૂપિયા પચ્ચીસ લાખ,જામનગર તાલુકાના સામુહીક આરોગ્ય કેન્દ્ર માટે ,ધ્રોલ તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર માટે,જોડીયા તાલુકાના સામુહીક આરોગ્ય કેન્દ્ર માટે,કાલાવડ તાલુકાના સામુહીક આરોગ્ય કેન્દ્ર માટે,લાલપુર તાલુકાના સામુહીક આરોગ્ય કેન્દ્ર માટે ,જામજોધપુર તાલુકાના સામુહીક આરોગ્ય કેન્દ્ર માટે,જામખંભાળીયા તાલુકાના સામુહીક  આરોગ્ય કેન્દ્ર માટે,ભાણવડ તાલુકાના સામુહીક આરોગ્ય કેન્દ્ર માટે,કલ્યાણપુર તાલુકાના સામુહીક આરોગ્ય કેન્દ્ર માટે,દ્વારકા તાલુકાના સામુહીક આરોગ્ય કેન્દ્ર માટે અને જામનગર સંસદીય વિસ્તારમાં સમાવિષ્ટ મોરબી જીલ્લાના મોરબી તાલુકાના તથા ટંકારા તાલુકાના ૧૮ ગામો માટે આમરણ ખાતેના પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર માટે એમ દરેક માટે રૂપીયા પાંચ-પાંચ લાખની મળી કુલ એક કરોડ દસ લાખની ગ્રાન્ટ કોરોના અંગેની સારવાર માટે  સાધન-સામગ્રી માટે તેમજ સંક્રમણ અટકાવવા  સુવિધાઓ વધારવા માટે ફાળવવામાં આવી છે સાથે સાથે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના જીવાપર અને ખોખરી ગામ જે જામનગર સંસદીય વિસ્તારમા આવે છે તે ગામો માટે જરૂરી આરોગ્ય સાધન સહાય માટે લગત પ્રાથમીક આરોગ્ય કેન્દ્રમા સહાયની વ્યવસ્થા ,ધ્રોલ તાલુકા સામુહીક આરોગ્ય કેન્દ્ર ને ફાળવેલી ગ્રાંટ માંથી કરવામાં આવશે

આ નોંધપાત્ર ગ્રાન્ટ જામનગર સંસદીય વિસ્તારમા કોરોના સામેના જંગ સ્વરૂપે ચાલતી સઘન સારવારને લગત દરેક પ્રકારની તબીબી સહાય  પ્રક્રિયાની કાર્યવાહીમાં સારવાર માટેની સાધન-સામગ્રીઓ વસાવવા મહત્વપુર્ણ રીતે ઉપયોગી બની રહેશે

(10:16 am IST)