Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

જામનગરમાં સસ્તા અનાજની દુકાનોમાં રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણનો પ્રારંભ

હાથ ધોઈ સૅનેટાઇઝર લગાડાયું અને સોશ્યલ ડિસ્ટન્સ માટે માર્કિંગ સિસ્ટમનો પણ અમલ

જામનગર : કોરોના કહેર વચ્ચે  સમગ્ર દેશમાં લોક ડાઉન છે. ત્યારે આજ થી ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ નો પ્રારંભ થયો છે.આજે વહેલી સવારથી જ જામનગરની સસ્તા અનાજની દુકાનો પર વિનામૂલ્યે અનાજનો જથ્થો મેળવવા લોકો કતારમાં ઉભા જોવા મળ્યા હતા. સસ્તા અનાજની દુકાનો પર ખાસ માર્કિંગ કરી ડિસ્ટન્સ જળવાય તે માટે વ્યવસ્થા પણ કરાય છે. અનાજનો પુરવઠો લેવા આવતા નાગરિકો માટે હાથ ધોઈ સેનેટાઈઝર લગાવવામાં આવી રહ્યું છે. અને અનાજનો જથ્થો અપાઈ રહ્યો છે. (તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર)

(10:15 am IST)