Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

અમરેલીના કિરાણા સ્ટોર્સમાં વધુ ભાવ લેવાતા પુરવઠા તંત્ર દ્વારા દુકાન સીલ

ચોખાનો વધ્યું ભાવ લેતા હોવાની ફરિયાદ બાદ પુરવઠા વિભાગની કાર્યવાહી

અમરેલી : કોરોના વાયરસની મહામારીને ફેલાતી રોકવા માટે 21 દિવસનું દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે આવા સમયે બજારોમાં માત્ર આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો જ ખોલી શકવાની પરવાનગી મળી છે. ત્યારે દુકાનદારો ગ્રાહકો પાસેથી વધુ ભાવ લેતા તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરાય થાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

  અમરેલી શહર ખાતે યોગેશ્વર કિરાણા સ્ટોર્સમાં વસંતભાઈ હરિભાઈ સતાસીયા ૫ કિલો બાસમતી ચોખાની ખરીદી કરવા જતાં બજાર કિંમત કરતા વધુ ભાવ લેવાતા તેમણે આ દુકાનના માલિક નીતિનભાઈ નટવરભાઈ ખખર વિરુદ્ધ ડી.વાય.એસ.પી. રાણાનેફરિયાદ કરી છે. રાણાએ આ બાબત તરફ પુરવઠા તંત્રનું ધ્યાન દોરતા કલેક્ટરની સૂચના મુજબ તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તેમની પાસેથી લોકડાઉન દરમિયાન દુકાન ખુલ્લી રાખવાનો પાસ જપ્ત કરી અને હાલ તેમની દુકાન સીલ કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ સાથે સંકળાયેલા તમામ દુકાનદારોને તાકીદ કરવામાં આવી હતી કે, જો કોઈ વેચાણકર્તા વિરુદ્ધ ગ્રાહક દ્વારા વધુ કિંમતે માલ વેચાણની ફરિયાદ કરવામાં આવશે, તો દુકાનદાર વિરુદ્ધ કાયદેસરના કડક પગલાં લેવામાં આવશે.ઉપરાંત સંગ્રહખોરી કે ભાવ વધારા સંબંધે ૦૨૭૯૨-૧૦૭૭ પર લોકોને માહિતી આપી તંત્રને મદદ કરવા અપીલ પણ કરવામાં આવી છે. તેમ જિલ્લા પુરવઠા અધિકારી, અમરેલીની યાદીમાં જણાવાયું છે

(9:09 pm IST)