Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

મોરબીની ૧૬ સિરામિક પેઢી સામે ફોજદારી : બોગસ દસ્‍તાવેજો બનાવી GST નંબર મેળવી કરોડોનું કૌભાંડ

તમામ દસ્‍તાવેજો-ઇ-મેઇલ એડ્રેસ ખોટા : વેટની ટીમોને કોઇ નહિ મળતા આખરે ફોજદારી... : બોગસ પેઢીઓ દ્વારા કરોડો રૂા.ના ઇ-વે બીલ જનરેટ કરી સરકારને કરોડોના ટેક્ષની અડાડી દીધી : તપાસનો ધમધમાટ

રાજકોટ, તા., ૧: રાજકોટ જીએસટ વેટ વિભાગના ડીવીઝન ૧૦ દ્વારા મોરબીની ૧૬ જેટલી પેઢીઓ સામે મોરબીમાં કરોડો રૂપીયાની ટેક્ષચોરી ઇ-વે બીલ જનરેટ સરકારને કરોડોનું નુકશાન પહોંચાડયાની પોલીસ ફરીયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.

ડીવીઝન ૧૦ના જોઇન્‍ટ કમિશ્નર શ્રી ત્રિવેદીની સુચના-માર્ગદર્શન હેઠળ મોરબી ખાતે તપાસ હાથ ધરાઇ હતી. પરંતુ મોરબીામંજે નામ-સરનામા ઇ-મેઇલ બતાવ્‍યા તે ખોટા જણાયા અને ખોટા દસ્‍તાવેજો-ઇ-મેઇલ આઇડી અપગ્રેડ કરી મોરબીની વેટ કચેરી ખાતેથી જીએસટી નંબર મેળવી આ નંબરના આધારેકરોડો રૂપીયાના ઇ-વે બીલ જનરેટ કરી સરકારને કરોડોનું નુકશાન પહોંચાડયાનું બહાર આવતા  સન્નાટો મચી ગયો હતો.

મોરબી વેટ કચેરીએ આ બાબતે રાજકોટ ડીવીઝન ૧૦ ને રીપોર્ટ કરતા ગઇ કાલે ૩૧ મીએ મોરબી-બી ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં તમામ ૧૬ પેઢી શખ્‍સો સામે ફોજદારી દાખલ કરી દેવાઇ છે.

જેમની સામે ફરીયાદ  દાખલ થઇતેમાં રાજન ટાઇલ્‍સ, ઓમકાર સીરામીક, હેસ્‍ટન સીરામીક, લેવોર્ડ સીરામીક, વોલ્‍ગાસ સીરામીક, કુમકુમ સીરામીક, સેન્‍સ સીરામીક, કેરોન સીરામીક, લેરીકસ સીરામીક, વીન્‍સેટ સીરામીક, ડેલફાઇન સીરામીક,વીલીયમ સીરામીક, કલાસીક સીરામીક,સેલોની સીરામીક,ક્રિષ્‍ણા સીરામીક, મોસ્‍કો સીરામીકનો માવેશ થાય છે.

ઉપરોકત તમામ ૧૬ પેઢીએ કરોડો રૂપીયાના બોગસ ઇ-વેબીલ જનરેટબોગસ પેઢીઓ દ્વારા કર્યાનું બહાર આવ્‍યું છે પોલીસે તપાસનો  ધમધમાટ   શરૂ થયો છે.

(4:35 pm IST)