Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

હળવદમાં ipl પર સટ્ટો રમતા ૬ ઝડપાયા

હળવદ, તા.૧: હળવદ પી.આઈ. એમ.આર.સોલંકીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. જે.કે. મુડીયા, યોગેસદાન ગઠવી, બીપીનભાઈ, વનરાજસિહ બાબરીયા ગંભીરસિહ ,સહિતના પેટ્રોલીંગમાં હતા તે મોરબી ચોકડી નજીક આવેલ બજરંગ કોર્પોરેશન નામની દુકાનમાં દરોડા પાડતા ક્રિકેટની મેચ સટો રમી રહેલા છ સટોડીયાઓને રંગે હાથે ઝડપી લીધા હતા.

ઝડપાયેલા આરોપી પંકજ ચમનભાઈ ગોઠી, આસીષઙ્ગ ભગવાનભાઈ પરમાર, રમેશઙ્ગ લખમણભાઈ ચાવડા, હસમુખઙ્ગ ભીમજીભાઈ દલવાડી, અશોક ભગવાનભાઈ દલવાડી, વિરૂ વૈષ્ણવ સહિત છ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસ દ્વારા દ્યટનાસ્થળેથી આઠ નંગ મોબાઈલ, ટીવી – સેટપબોક્ષ તથા કેબલ, રીમોર્ટ, કેલ્યુલેટર તેમજ ૧૪,૭ર૦ રોકડ મળી કુલ રૂ. ૬૩,૩ર૦નો મુદમાલ કબજે લઈ  કાર્યવાહી હાથ ધરી હતી.

(11:51 am IST)