Gujarati News

Gujarati News

News of Thursday, 29th February 2024

મોરબી રેલ્વે સ્ટેશથી સીધી લાંબા અંતરની ટ્રેન માટે પત્રકાર એસો.એ કરીરજૂઆત

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીમાં રજવાડાના સમયથી રેલ્વે સ્ટેશન છે જો કે, આજની તારીખે મુસાફરોને ત્યાંથી ડેમુ સિવાય રોજિંદા લાંબા અંતરની ટ્રેન મળી રહી નથી જેથી કરીને મુસાફરોને અન્ય જિલ્લાના રેલ્વે સ્ટેશન સુધી કે પછી વાંકાનેર જવું પડે પછી જ ટ્રેન મળે છે જેથી કરીને મોરબીના રેલ્વે સ્ટેશનેથી જ લાંબા અંતરની ટ્રેન મળે તેના માટે મોરબી પત્રકાર એસો. દ્વારા મોરબીના રેલવે સ્ટેશન માસ્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને વહેલી તકે લાંબા અંતરની ટ્રેન આપવામાં આવે તેવી માંગ કરી છે તેમજ વાંકાનેર ખાતે ટ્રેનને સ્ટોપ આપવામાં આવે તો મોરબીના મુસાફરોને લાભ થાય તેમ છે જેથી કરીને તેની પણ માંગ કરેલ છે 

 અત્રે ઉલેખનીય છે કે, અમૃતભારત રેલવે સ્ટેશન યોજના અંતર્ગત મોરબી રેલવે 

સ્ટેશન ખાતે પશ્ચિમ રેલવે દ્વારા ૯.૯૮ કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે મુસાફરોને વધુમાં વધુ રેલવેની સુવિધા મળે તે પણ જરૂરી છે માટે આ રજૂઆત પત્રકાર એસો. દ્વારા કરવામાં આવી છે

(12:37 am IST)