Gujarati News

Gujarati News

News of Thursday, 29th February 2024

કચ્છ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની આગાહી હોઈ ખેડૂતોને પાક બગડે નહીં તે માટે તકેદારી રાખવા અનુરોધ

તૈયાર ખેત પેદાશો તથા ખેતરમાં કાપણી કરેલો પાક ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા

ભુજ :હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસરના પગલે આગામી ૧ માર્ચ થી ૩ માર્ચ સુધી  ૩ દિવસ કચ્છ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની આગાહી હોઈ ખેડૂતોને પાક બગડે નહીં તે માટે તકેદારી રાખવા અનુરોધ છે. શાકભાજી તેમજ બાગાયતી પાકોને ઉતારી લેવા તેમજ તૈયાર ખેત પેદાશો તથા ખેતરમાં કાપણી કરેલો પાક ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા અથવા પ્લાસ્ટિક કે તાડપત્રી યોગ્ય રીતે ઢાંકવા, પાકના ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી નીચે જતા અટકાવવું. તેમજ જંતુનાશક દવા કે ખાતરનો ઉપયોગ ટાળવા ખેડૂતોને જિલ્લા ખેતીવાડી અધિકારી કચ્છ દ્વારા ભલામણ કરવામાં આવે છે.

(12:33 am IST)