Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ધોરાજી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પરિણામોને લઈ ગ્રામ્ય વિસ્તારોમાં રોમાંચ : ..બંને પક્ષે જીતના દાવા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)  ધોરાજી:ધોરાજી તાલુકા પંચાયતની અને જિલ્લા પંચાયતની દેશી મતદાન થઇ ગયું છે ત્યારે આ વખતે મતદારોનો જુસ્સો પણ ભારતીય જનતા પાર્ટી તરફથી જોવા મળ્યો છે ગયા વખતે કુલ ૧૬ બેઠકોમાંથી કોંગ્રેસને  15 શીટ અને ભાજપને એક સીટ મળી હતી અને ભાજપમાં કારમો પરાજય થયો હતો પરંતુ આ વખતે મહાનગરના પરિણામ જોતા ભાજપનો ભગવો લહેરાયો છે અને કોંગ્રેસનો સફાયો થયો છે ત્યારે ધોરાજી કોંગ્રેસનો ગઢ ગણાય રહ્યું છે આવા સમયમાં સૌરાષ્ટ્રના કોંગ્રેસના નેતા ગણાતા લલિત વસોયા નો પણ ગઢ તૂટી જાય તેવી સંભાવના દેખાઈ રહી છે
હાલ જોતા ભારતીય જનતા પાર્ટીના ધોરાજી સીટના ઇન્ચાર્જ જયસુખભાઇ ઠેસીયા તાલુકા કોંગ્રેસના પ્રમુખ રમેશભાઈ મકાતી મહામંત્રી રાજુભાઈ ડાંગર જનકસિંહ જાડેજા એ યાદીમાં જણાવેલ કે ધોરાજી તાલુકા પંચાયતની કુલ ૧૬ સીટમાંથી એક સીટ કોંગ્રેસ માટે બિનહરિફ થઈ છે ત્યારે 15 સીટ નું મતદાન થયું હતું જેમાં મતદારોનો મતદારો નો ક્રેઝ જોતા આ વખતે અમને 11 થી 12 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી નું કમળ ખીલવવા નું છે અને જિલ્લા પંચાયતની મોટીમારડ તેમજ સુપેડી સીટ ઉપર પણ  ભારતીય જનતા પાર્ટી નો જ્વલંત વિજય થવાનો છે તેમાં કોઈ બેમત નથી જે આવતીકાલે મંગળવારે મતદારોનો મિજાજ ના દર્શન થઈ જશે અને મતદારોએ પણ ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂક્યો છે  તેનો વિજય થવાનો છે
ગુજરાતમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વિકાસ કાર્યોને ધ્યાનમાં રાખી ભાજપનો જવલંત વિજય થવાનો છે એવું જણાવ્યું હતું
ધોરાજી તાલુકાની 15 બેઠકો અને જિલ્લા પંચાયતની બે બેઠકોને લઈ મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. 60 % જેવું મતદાન થયું છે.
ત્યારે  આવનારા પરિણામોને લઈ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોમાં ભારે રોમાંચ છવાયો છે.
 નવી ભગવતસિંહજી હાઈસ્કૂલ ખાતે થનાર મત ગણતરીમાં તાલુકા પંચાયત તેમજ ધોરાજી અને જામકંડોરણા જિલ્લા પંચાયત ની ચાર બેઠકો માટે મત ગણતરી યોજાશે.
પરિણામોને લઈ  કોંગ્રેસના પ્રમુખ અરવિંદ વોરાએ જણાવેલકે મોંઘવારી અને કૃષિ કાયદાને લઈ ગ્રામ્ય મતદારો એ કોંગ્રેસ તરફી મતદાન કર્યું હતું. અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોમાં લોકો કોંગ્રેસને જનધાર સોંપશે
અત્રે ઉલ્લેખનીય છેકે મતદારોએ છેવટ સુધી મૌન રાખતા પરિણામો કળવા અકળ છે.
હવે સમગ્ર ગુજરાત અને દેશમાં ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે ત્યારે પોલિટિકલ ગેમ ચેન્જર ગણાતા કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાની  ગોઠવણ કોંગ્રેસને ફાયદો પોહચાડશે કે કેમ ? ધોરાજી માં તાલુકાની 16 પેકી 1 બેઠક કોંગ્રેસને બિનહરીફ મળી હતી. હવે 15 માંથી કોણ કેટલી સીટો લઈ જશે તેના પર લોકોની મીટ મંડાઈ છે.

(7:56 pm IST)