Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ભાવનગરમા ૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે 3 દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૧૮૨ કેસો પૈકી ૨૯ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર : ભાવનગર જિલ્લામા આજરોજ ૫ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૧૮૨ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમા 3 પુરૂષ અને ૧ સ્ત્રી મળી કુલ ૪ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં સિહોર તાલુકાનાં આંબલા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા 3 કેસ મળી કુલ 3 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૬,૧૮૨ કેસ પૈકી હાલ ૨૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા ૬૯ દર્દીઓનુ અવસાન થયેલ છે

(7:48 pm IST)
  • મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ૧૫ દિવસ બાદ કોરોનાની રસી લેશે : તાજેતરમાં કોરોના થયો હોવાથી તેઓ અત્યારે રસી નહિં લે, ૧૫-૨૦ દિવસ બાદ રસી લેવા આરોગ્ય ટીમની સુચના access_time 5:07 pm IST

  • દેશમાં કોરોનાના સતત વધતા કેસથી ચિંતા :એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,563 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,11,23,619 થઇ :એક્ટિવ કેસ 1,65,199 થયા વધુ 11,990 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,96,588 થયા :વધુ 80 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,275 થયા access_time 1:28 am IST

  • સિનિયર ડિપ્લોમેટ મનપ્રિત વોહરાની ઓસ્ટ્રેલિયા ખાતેના ભારતના નવા હાઈ કમિશનર તરીકે નિમણુક કરવામાં આવી છે. access_time 7:44 pm IST