Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

મોરબી જીલ્લાના ગ્રામ્‍ય પંથકમાં સારું જયારે શહેરી વિસ્‍તારમાં એવરેજ મતદાન નોંધાયુ

મોરબી, તા.૧: મોરબી જીલ્લામાં આવતી સ્‍થાનિક સ્‍વરાજયની ચુંટણી માટે મતદાન પૂર્ણ થયું છે જીલ્લા પંચાયત, ૫ તાલુકા પંચાયત અને ૩ નગરપાલિકાની કુલ ૨૩૦ બેઠકો માટે ૬૧૬ ઉમેદવારો મેદાનમાં હોય આજે સાંજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે.

મોરબી જીલ્લામાં સાંજે મતદાન પૂર્ણ થતા ૬૧૬ ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થયા છે અને મંગળવારે મત ગણતરી યોજાનાર છે મોરબી જીલ્લામાં આવતી ત્રણ નગરપાલિકાના મોરબી નગરપાલિકામાં ૫૫.૨૨ ટકા, માળિયા નગરપાલિકામાં ૫૫.૮૦ ટકા અને સૌથી વધુ વાંકાનેર નગરપાલિકામાં ૬૨.૬૯ ટકા મતદાન નોંધાયું છે અને ત્રણેય પાલિકાનું સરેરાશ મતદાન ૫૬.૪૩ ટકા જેટલું નીચું રહ્યું છે.

જયારે શહેરી કરતા ગ્રામ્‍ય વિસ્‍તારમાં વધુ મતદાન નોંધાયું છે જેમાં મોરબી જીલ્લા પંચાયતમાં ૭૦.૧૪ ટકા મતદાન નોંધાયું છે તેવી જ રીતે જીલ્લાની પાંચ તાલુકા પંચાયતમાં મોરબી તાલુકા પંચાયતમાં ૬૬.૪૪ ટકા, માળિયા તાલુકા પંચાયતમાં ૬૪.૨૪ ટકા, ટંકારા તાલુકા પંચાયતમાં ૭૨.૧૪ ટકા, વાંકાનેર તાલુકા પંચાયતમાં ૭૬.૫૮ ટકા અને હળવદ તાલુકા પંચાયતમાં ૭૦.૬૯ ટકા મળીને પાંચ તાલુકા પંચાયતનું સરેરાશ મતદાન ૭૦.૨૬ ટકા નોંધાયું છે જે શહેરી વિસ્‍તાર કરતા સારું કહી શકાય.

(1:32 pm IST)