Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

કેન્દ્રીય મંત્રી રૂપાલા, એન.સી.યુ.આઇ. ચેરમેન સંઘાણી, સાંસદ કાછડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ વેકરીયાએ વતનમાં સહપરિવાર મતદાન કર્યું

અમરેલી : સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજય જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની  ચુંટણીનું મતદાન ગઈ કાલે યોજાયુ હતું. ત્યારે કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા તેમના વતન ઈશ્વરીયા ખાતે તેમના માતૃશ્રી સહીત પરિવાર સાથે ઉપસ્થિત રહીને મતદાન કરેલ. જયારે એન.સી.યુ.આઈ.ના ચેરમેન, ઇફકોના વાઇસ ચેરમેન, પૂર્વ મંત્રી શ્રી દિલીપભાઈ સંઘાણી તેમના વતન માળીલા મુકામે, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા તેમના વતન ચરખડિયા મુકામે અને અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયાએ પોતાના માદરે વતન દેવરાજીયા મુકામે મતદાન કરેલ. તેમજ આ લોકશાહીના પર્વ નિમિતે મતદાન કરવા બદલ અમરેલી જીલ્લાનાં મતદારોનો આભાર માન્યો છે.

(1:32 pm IST)