Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

વેરાવળ (ભા) ગામમાં ૧૦૭ વર્ષના વૃધ્‍ધાનું મતદાન

 રાજકોટઃ જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય અને વેરાવળ (ભા) ગામમાં વધારેમાં વધારે મતદાન થઈ તે માટેની ઝૂંબેશ ગામના આગેવાન મહેશભાઈ કોબીયાના શિરે હોય જેથી  મોટી ઉમરના વનીબેન જેની ઉમર ૧૦૭ વર્ષ હોય અને ચાલી ન શકતા હોય તેને મતદાન મથકે લાવી મતદાન કરાવી બીજા લોકોને મતદાન કરવા માટે પ્રેરણા આપી વેરાવળ (ભા) ગામમાં સાંજ સુધી આ ૬૫.૫૨ ટકા લોકોએ મતદાન આપી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અને આ કામગીરીમાં મહેશભાઈ કોબીયાની સાથે અશોકભાઈ મારાજ મહેશભાઈ નાગણી તથા પ્રવીણભાઈ ઝાપડીયા તથા રામજીભાઈ તથા જેન્‍તીભાઈ તથા મગનભાઈ પણ સામેલ હતા.

(1:34 pm IST)