Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

જામનગરનાં પત્રકાર ગિરીશભાઇ ગણાત્રાના પુત્ર ગુંજનની ગુરૂવારે પ્રાર્થનાસભા

જામનગર : શહેરના પત્રકાર 'ભૂમિ' દૈનિકના નિવાસી તંત્રી ગિરીશભાઇ વસંતરાય ગણાત્રા તેમજ પૂર્વ કોર્પોરેટર પ્રજ્ઞાબેન ગણાત્રાના પુત્ર ગુંજન (ઉવ.૩૦) તે પરેશભાઇ ગણાત્રાના ભત્રીજા, શ્રીમતિ વિભાબેન રામભાઇ ભાયાણી તથા પાર્થ ગણાત્રાના ભાઇ ખંભાળીયાવાળા અરવિંદભાઇ તથા નિકેશ લાલજીભાઇ ગોકાણીના ભાણેજનું તા. ૨૮/૨/૨૦૨૧ના આકસ્મિક નિધન થયું છે.

સદગતની પ્રાર્થના સભા તા. ૪ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ વાગ્યે પાબારી હોલમાં ભાઇઓ તથા બહેનો માટે રાખવામાં આવેલ છે.

(1:30 pm IST)
  • સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થયેલ એક અદ્ભુત મેસેજ, જેમાં 2 લાખ 14 હજારની રકમ એવી રીતે લખી છે કે જેથી રામરામ વંચાય. આ મેસેજ ખૂબ વાયરલ થઇ રહ્યો છે access_time 7:44 pm IST

  • રીવરફ્રન્ટ ઉપર વધુ એક મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો :અમદાવાદના રાયપુર વિસ્તારમાં રહેતી એકે મહિલાએ સાબરમતી રીવરફ્રન્ટ પર કુદીને આત્મહત્યાનો -યાસ કર્યો હતો. અમદાવાદ રિવરફ્રન્ટ પર પુલથી મહિલા જેવી જ નદીમાં કુદી ફાયરબ્રિગેડની સ્પીડ બોટ તુરંત ઘટનાસ્થળે પહોચી ગઇ હતી અને મહિલાનો જીવ બચાવ્યો હતો. મહિલાને તે બાદ રીવરફ્રન્ટ પોલીસ સ્ટેશને લઇ જવામાં આવી હતી. પોલીસ હવે મહિલાના આત્મહત્યાના કારણની તપાસ કરશે અને તે બાદ વધુ કાર્યવાહી હાથ ધરશે. access_time 4:27 pm IST

  • નરેન્દ્ર ભાઈ પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ પણ આજે જ કોરોના વાયરસની રસી મૂકાવી રહ્ના છે. અમિતભાઈ પોતાનાં નિવાસસ્થાને કોરોનાની રસી મુકાવશે. મેદાંતા હોસ્પિટલનાં ડો.સુશીલા વેક્સિનનો પ્રથમ ડોઝ આપશે. અમિતભાઈ શાહને ભારત બાયોટેકની કોવેક્સિનની રસી આપવામાં આવી રહી છે. નરેન્દ્રભાઈઍ પણ આ જ વેકસીન મુકાવી હતી. access_time 11:16 am IST