Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ખંભાળીયા પાલિકા વોર્ડ નં. ૭ ના ભાજપ ઉમેદવારને પગમાં ફ્રેકચર થતાં પાટા સાથે વોકરમાં જઇ મતદાન કર્યુ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાત નંબરના વોર્ડમાં મતદાન માટે ઉમેદવારોનો ઉત્સાહ અદ્ભુત હતો.

વોર્ડ નં. ૭ ના ભાજપના ઉમેદવાર હિનાબેન હિતેન્દ્રભાઇ આચાર્યના પગમાં બાઇક પડતા અકસ્માતે ફ્રેકચર થયેલું હતું. આગલા દિને બનાવ પછી રવિવારે મતદાન હોય તેમણે પગમાં પાટા સાથે વોકર પર તેમના સંતાનો સાથે જઇને મતદાનની ફરજ બજાવી હતી તો વોર્ડ નં. ૭ ના ઉમેદવાર જગુભાઇ રાયચુરાના પિતા સુંદરજીભાઇ રાયચુરાએ ૯૭ વર્ષની વયે મતદાન કર્યુ હતું તો સારસ્વત બ્રહ્મ સમાજ પ્રમુખ ધર્મેન્દ્રભાઇ ગોરે હોસ્પિટલમાં એડમીટ હોવા છતાં ખાસ ત્યાંથી નીકળી ને મતદાન કર્યુ હતું.

(1:23 pm IST)
  • દેશમાં કોરોનાના સતત વધતા કેસથી ચિંતા :એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,563 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,11,23,619 થઇ :એક્ટિવ કેસ 1,65,199 થયા વધુ 11,990 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,96,588 થયા :વધુ 80 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,275 થયા access_time 1:28 am IST

  • છેલ્લા ર૪ કલાકમાં ૧પપ૧૦ કેસઃ ૧૦૬ના મોતઃ દેશમાં કુલ કેસ ૧,૧૦,૯૬,૭૩૧ થયા નવી દિલ્‍હી : છેલ્લા ર૪ કલાકમાં ૧પપ૧૦ નવા કેસ સામે આવ્‍યા છે. આ દરમિયાન ૧૦૬ લોકોના મોત થયા છે. દેશમાં કુલ કેસની સંખ્‍યા વધીને ૧,૧૦,૯૬,૭૩૧ થઇ છે. કુલ મૃત્‍યુઆંક ૧,પ૭,૧પ૭ થયો છે. હાલ એકટીવ કેસ ૧,૬૮,૬ર૭ છે. અત્‍યાર સુધીમાં ૧,૪૩,૦૧,ર૬૬ લોકોનું રસીકરણ થયું છે. access_time 12:00 am IST

  • રીવરફ્રન્ટ ઉપર વધુ એક મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો :અમદાવાદના રાયપુર વિસ્તારમાં રહેતી એકે મહિલાએ સાબરમતી રીવરફ્રન્ટ પર કુદીને આત્મહત્યાનો -યાસ કર્યો હતો. અમદાવાદ રિવરફ્રન્ટ પર પુલથી મહિલા જેવી જ નદીમાં કુદી ફાયરબ્રિગેડની સ્પીડ બોટ તુરંત ઘટનાસ્થળે પહોચી ગઇ હતી અને મહિલાનો જીવ બચાવ્યો હતો. મહિલાને તે બાદ રીવરફ્રન્ટ પોલીસ સ્ટેશને લઇ જવામાં આવી હતી. પોલીસ હવે મહિલાના આત્મહત્યાના કારણની તપાસ કરશે અને તે બાદ વધુ કાર્યવાહી હાથ ધરશે. access_time 4:27 pm IST