Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ટંકારામાં કોંગ્રેસના ઉમેદવારના ભાઈ પર હુમલો

મોરબી, તા.૧:  ટંકારામાં રહેતા જીલ્લા પંચાયત બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ભુપતભાઈ ગોધાણીના ભાઈ ભરતભાઈ ગોધાણી પર હુમલો કરવામાં આવ્‍યો હોવાની દ્યટના પ્રકાશમાં આવી હતી ૨ શખ્‍શોએ માર મારતા ઈજાગ્રસ્‍ત ભરતભાઈને સારવાર માટે હોસ્‍પિટલ ખસેડાયા હતા તો બનાવની જાણ થતા ટંકારા પોલીસ દોડી ગઈ હતી.

ટંકારાના ઘેટિયાવાસમાં રહેતાᅠ ભરતભાઈ મોહનભાઈ ગોદ્યાણીએ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેને તથા સાહેદ પોતાની ઇકો ગાડી રાખીને રસ્‍તામાં ઉભા હતા ત્‍યારે આરોપીઓ ગફારભાઈ ઈબ્રાહીમભાઈ સંધી અને મુસ્‍તુફા જુસબભાઈ ફકીર મોટર સાઈકલ લઈને આવી ગાડી રાખવા બાબતે દેવીપુજક વાસમાં બોલાચાલી કરી ફરિયાદી ભરતભાઈ ગોધાણીને ગાળો આપી તથા ફરીયાદી ભરતભાઈ તથા સાહેદને ઢીકાપાટુંનો માર મારી તેમજ આરોપી ગફારભાઈ સંધીએ ફરિયાદી ભરતભાઈને માથામાં પાવળો મારી ઈજા કરી તેમજ સાહેદને ડાબા હાથમાં સામાન્‍ય ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ ટંકારા પોલીસમાં નોંધાઈ છે તો ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:22 pm IST)
  • સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થયેલ એક અદ્ભુત મેસેજ, જેમાં 2 લાખ 14 હજારની રકમ એવી રીતે લખી છે કે જેથી રામરામ વંચાય. આ મેસેજ ખૂબ વાયરલ થઇ રહ્યો છે access_time 7:44 pm IST

  • જૂનાગઢનો મહાશિવરાત્રીનો મેળો રદ્દ : ૭ માર્ચથી શરૂ થનાર મહાશિવરાત્રીનો મેળો કોરોના સંકટને કારણે કલેકટરે બેઠક યોજી મેળો રદ્દ કરવાનું નક્કી કર્યુ access_time 5:06 pm IST

  • મહારાષ્ટ્રમાં લોકડાઉન લગાડવા ઈચ્છતો નથી પરંતુ લોકો માસ્ક નહિ પહેરે તો મજબૂરીથી લાદવું પડશે : મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ચેતવણી : લોકો જો કોવીડના નિયમોનું પાલન નહીં કરે અને માસ્ક નહિ પહેરે તો લોકડાઉન લગાડવું પડશે access_time 11:31 pm IST