Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

અમરેલીના બે મુસ્લિમ કિશોર ડૂબી ગયા : અરેરાટી

અમરેલી તા. ૧ : અમરેલીના બે મુસ્લિમ કિશોરના ધારી ડેમમાં ડૂબી જવાથી મોતને ભેટ્યા હતા. જયારે એક કિશોરનો બચાવ થયેલ હતો. બે કિશોરના મોતથી અમરેલી મુસ્લિમ સમાજમાં શોક વ્યાપી ગયેલ હતો, એક કિશોર તેના પિતાનો એકનો એક દીકરો હતો મૃતક અને બચી ગયેલ ત્રણેય કુરાને હાફિજ થયેલ હતા.

અમરેલીના બહારપરા વિસ્તારમાં રહેતા અબ્દુલ્લાહ સિકંદર નાગણી (ઉ.૧૭) અને અયાજ હનીફભાઇ માંડલિયા (ઉ.૧૮) અને એક અન્ય કિશોર સહીત ત્રણેય ધારી ડેમ ખાતે બાઈક લઈને ફરવા ગયેલ હતા અને ધારી ખોડિયાર ડેમ ખાતે પાણી જોઈને ત્રણેય યુવાનોને નાહવાનું મન થતા પાણીમાં નાહવા પડતા અયાજ અને અબ્દુલ્લાહ બંને ઊંડા ઘૂનામાં ડૂબી જતા મોતને ભેટ્યા હતા અને એક કિશોર બચી જવા પામ્યો હતો.

બનાવને લઈ અમરેલી મુસ્લિમ સમાજના આગેવાનો ધારી દોડી ગયેલ હતા અને મૃતક કિશોરોને પીએમ કરાવી બંને કિશોરના સબ અમરેલી આવવા નિકળેલ હતા બનાવને લઇ મૃતક કિશોરના પરિવાર શોકમય બની ગયેલ. બનાવથી અરેરાટી મચી જવા પામી હતી મૃતક અબ્દુલ્લા તેમના પિતાનો એકનો એક દીકરો હતો.

(1:21 pm IST)
  • રેલ્વે મુસાફરોને વધુ એક સુવિધા મળશેઃ દેશની ૫૦ જેટલી ટ્રેનમાં wi-fi સિસ્ટમ્સ ઉપલબ્ધ કરાશે : રાજધાની, શતાબ્દી, દુરંતોમાં ટૂંક સમયમાં ટ્રેનોમાં wi-fi સુવિધા મળશેઃ પ્રથમ તબકકા માટે ૨૭ કરોડનું બજેટ ફાળવાયું access_time 4:27 pm IST

  • સેન્‍સેકસમાં ૭૦૦ થી વધુ પોઇન્‍ટનો ઉછાળોઃ નીફટી ૧૪૭૦૦ની ઉપર : મુંબઇ : સપ્‍તાહના પ્રારંભે શેરબજારમાં તેજીનું વાવાઝોડુ ફુકાયુ છે. ૧૦ વાગ્‍યે સેન્‍સેકસ ૭ર૪ પોઇન્‍ટ વધીને ૪૯૮ર૪ અને નીફટી ર૧૯ પોઇન્‍ટ વધીને ૧૪૭૪૮ ઉપર ટ્રેડ કરે છે. પાવર ગ્રીડ, અલ્‍ટ્રાટેક, ઓએનજીસી ૪ ટકા જેટલા ઉછળ્‍યા. access_time 11:22 am IST

  • મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ૧૫ દિવસ બાદ કોરોનાની રસી લેશે : તાજેતરમાં કોરોના થયો હોવાથી તેઓ અત્યારે રસી નહિં લે, ૧૫-૨૦ દિવસ બાદ રસી લેવા આરોગ્ય ટીમની સુચના access_time 5:07 pm IST