Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ભારતભરમાં સૌપ્રથમ લોકશાહી ઢબે મતદાન જુનાગઢ-સોમનાથમાં થયેલું !

દેશના ભાગલા વખતે પ્રજાને કયા દેશમાં રહેવું તે માટે ૧૯૪૮ માં લાલ-લીલા ડબા ગોઠવી મત અપાયેલ

કાજલી ગામે મતદાન કરતા ગોવિંદભાઇ પરમાર : પ્રભાસ પાટણ : રાવળ તાલુકાનાં કાજલી ગામે પૂર્વ ધારાસભ્ય અને કાજલી માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન ગોવિંદભાઇ પરમારે તેમનો મત નાખેલ સાથે કાજલી તા. પં. સીટનાં ઉમેદવાર નરેન્દ્રસિંહ ઝાલાઍ મતદાન કરેલ તે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ)

(મીનાક્ષી-ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસ -પાટણ તા. ૧ :.. સોમનાથ મહાદેવની પવિત્ર ભૂમિ આજે લોકશાહીના મહાપર્વ સ્‍થાનિક સ્‍વરાજય નગરપાલિકા-તાલુકા પંચાયત-જીલ્લા પંચાયતના ઉમેદવારોનું મતદાન કર્યુ.

ત્‍યારે એ પણ જાણવું રસપ્રદ થશે કે અખંડ ભારતની અસ્‍મિતાસમું સૌ પ્રથમ વખત મતદાનનો ઐતિહાસીક અવસર સોમનાથ અને જુનાગઢને પ્રાપ્ત થયો હતો.

જુનાગઢમાં તે સમયે નવાબી કાળ હતો અને ભારત આઝાદ થયું ત્‍યારે જુનાગઢમાં નવાબી શાસન હતું એ સમયે અખંડ ભારત નિર્માણ કરવા સરદાર વલ્લભભાઇ પટેલના પ્રયાસો અને અન્‍ય રાજવીઓના સહકારથી તમામ રાજયો એક કરવામાં આવ્‍યા હતાં. પરંતું  જુનાગઢના નવાબ જુનાગઢને પાકિસતાનમાં લઇ જવા માગતો હતો. જેથી આરઝી હકુમત દ્વારા જુનાગઢને આઝાદ કરવામાં આવ્‍યુ અને નવાબ પાકિસ્‍તાન રવાના ગથયો. ત્‍યારબાદ જુનાગઢની પ્રજા કયાં રહેવા ઇચ્‍છે છે તે અંગે મતદાન દ્વારા નકકી કરાયુ અને  આ રીતે ભારતભરમાં લોકશાહી બે પ્રથમ મતદાન મતદાન જુનાગઢ સોમનાથ ખાતે થયુ જેમાં ભારતમાં રહેવા માટે લાલ ડબ્‍બો અને પાકિસ્‍તાન જવા માટે લીલો ડબ્‍બો મતદાન મથકમાં ગોઠવવામાં આવ્‍યો અને ર૦ ફુબ્રુઆરી ૧૯૪૮ શુક્રવાર મતદાન થયુ. જેમાં ૧,૯૦,૮૭૦ મતદારોએ મતદાન કર્યુ. જેમાં ૧,૯૦,૭૭૯ મતદારોએ ભારતના નાગરિક બનવાની તરફેણ મત આપ્‍યા અને માત્ર ૯૧ મત જ પાકિસ્‍તાન તરફેણમાં પડયા હતા અને એ લોકમત પરિણામ જુનાગઢની મોહબત મંઝીલે જાહેર કરાયુ હતુ. આમ જુનાગઢ - સોમનાથને અખંડ ભારતમાં રાખવા માટે ભારત લોકશાહીમાં પ્રથમ મતદાન થયુ હતુ.

જિલ્લામાં કુલ ૧૧ સ્‍થળોએ મતગણતરી હાથ ધરાશે

વેરાવળ તાલુકા પંચાયતની ચૂંટણીનું મતગણતરી સ્‍થળ શ્રીમતી મણીબેન કોટક હાઈસ્‍કુલ વેરાવળ,વેરાવળ પાટણ નગરપાલીકાનું મતગણતરી સ્‍થળ ચોકસી કોલેજ વેરાવળ,તાલાળા તાલુકા પંચાયતની ચૂંટણીનું મતગણતરી સ્‍થળ શ્રી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ,બોરવાવ ફાટકની બાજુમાં તાલાળા-સાસણ રોડ,તાલાળા,તાલાળા નગરપાલીકાની ચૂંટણીનું મતગણતરી સ્‍થળ વલ્લભાચાર્ય કન્‍યા વિધાલય,મીલ ગ્રાઉન્‍ડ તાલાળા,સુત્રાપાડા તાલુકા પંચાયતની ચૂંટણીનું મતગણતરી સ્‍થળ ડો.ભરત બારડ કોલેજ સુત્રાપાડા,સુત્રાપાડા નગરપાલીકાની ચૂંટણીનું મતગણતરી સ્‍થળ શિવસાગર સ્‍કુલ બંદર રોડ સુત્રાપાડા,કોડીનાર તાલુકા પંચાયતની અને નગરપાલીકાની પેટા ચૂંટણીનું મતગણતરી સ્‍થળ મ્‍યુનીસીપલ ગર્લ્‍સ હાઈસ્‍કુલ,દેવળી રોડ,કોડીનાર,ઉના તાલુકા પંચાયતની ચૂંટણીનું મતગણતરી સ્‍થળ શાહ એચ.ડી.હાઈસ્‍કુલ,દેલવાડા રોડ,ઉના,ઉના નગરપાલીકાની ચૂંટણીનું મતગણતરી સ્‍થળ યોગ કેન્‍દ્ર બ્‍લડ બેંક પાસે,વરસીંગપુર રોડ,ઉના અને ગીરગઢડાતાલુકા પંચાયતની ચૂંટણીનું મતગણતરી સ્‍થળ સરસ્‍વતી વિધાલય કોલેજ,સનવાવ રોડ ગીરગઢડા ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે.

વેરાવળ, સુત્રાપાડા, તાલાળા, ઉના અને કોડીનાર નગરપાલીકાની ચૂંટણીના મતગણતરી કેન્‍દ્ર પર ૨૪૮, વેરાવળ,સુત્રાપાડા, તાલાળા, ઉના, કોડીનાર અને ગીરગઢડા સહિત છ તાલુકાની ચૂંટણીના મતગણતરી સ્‍થળ પર ૪૪૫ અને જિલ્લા પંચાયતની ચૂંટણીના મતગણતરી સ્‍થળ પર ૩૮૪ કર્મચારીઓ ફરજ બજાવશે. ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગરપાલીકાની યોજાયેલ ચૂંટણીના તા. ૨ માર્ચના રોજ મતગણતરી કેન્‍દ્ર પર ૧૦૭૭ કર્મચારીઓ તેમની ફરજ બજાવશે.

(12:26 pm IST)
  • મહારાષ્ટ્રમાં ફરી કોરોના બેકાબૂ બનતો જાય છેઃ બીજી લહેર શરૂ થયાના એંધાણઃ હીંગોલી શહેરમાં એક અઠવાડિયાનો કફર્યું: અનેક શહેરોમાં એક અઠવાડિયાનો કફર્યું: અનેક શહેરોમાં વધુ માત્રામાં કોરોના દર્દીઓ મળતાં જાય છેઃ પુણેમાં રાત્રી કફર્યુ ૧૪ માર્ચ સુધી લંબાવી દેવામાં આવ્યોઃ રાજયમાં ફરી આકરા લોકડાઉનની તૈયારી ? નાગપુર- અમરાવતીમાં વીક એન્ડ કર્ફયુ access_time 4:26 pm IST

  • વિરાટ વધુ ૨ ઈનિંગ્સમાં નહીં ચાલે તો તેના નામે બની જશે સૌથી ખરાબ રેકોર્ડ :૨૦૧૯માં બાંગ્લાદેશ સામે પિંક બોલ ટેસ્ટમાં કોહલીએ ૧૩૬ રન બનાવ્યા, તેના પછી કોઈ સદી ફટકારી નથી access_time 4:27 pm IST

  • છેલ્લા ર૪ કલાકમાં ૧પપ૧૦ કેસઃ ૧૦૬ના મોતઃ દેશમાં કુલ કેસ ૧,૧૦,૯૬,૭૩૧ થયા નવી દિલ્‍હી : છેલ્લા ર૪ કલાકમાં ૧પપ૧૦ નવા કેસ સામે આવ્‍યા છે. આ દરમિયાન ૧૦૬ લોકોના મોત થયા છે. દેશમાં કુલ કેસની સંખ્‍યા વધીને ૧,૧૦,૯૬,૭૩૧ થઇ છે. કુલ મૃત્‍યુઆંક ૧,પ૭,૧પ૭ થયો છે. હાલ એકટીવ કેસ ૧,૬૮,૬ર૭ છે. અત્‍યાર સુધીમાં ૧,૪૩,૦૧,ર૬૬ લોકોનું રસીકરણ થયું છે. access_time 12:00 am IST