Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ધોરાજી તાલુકા પંચાયતમાં ૬૦.૯૧ ટકા : રાજકોટ જિલ્લા પંચાયતની ધોરાજી અને જામકંડોરણાની ૪ સીટ ઉપર ૫૯.૧૯ ટકા મતદાન

જામકંડોરણાના રોઘેલ ગામે ઇવીએમ મશીન બગડ્યું : તાલુકા પંચાયતની ચૂંટણીમાં છ ફરિયાદો

ધોરાજી,તા. ૧: ધોરાજી જામકંડોરણા તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની કુલ ૪ સીટનું મતદાન શાંતિપૂર્ણ થતા જિલ્લા પંચાયતની ચાર શીટ ઉપર ૫૯.૧૬ ટકા છે. ધોરાજી તાલુકા પંચાયતની કુલ ૧૫ સીટ ઉપર ૬૦. ૯૧ ટકા તેમજ જામકંડોરણા તાલુકા પંચાયતમાં ૬૧.૦૮ ટકા મતદાન નોંધાયું છે.

શાંતિપૂર્ણ મતદાન થયું હતું તેમજ જામકંડોરણા તાલુકાના રોઘેલ ગામે ઇવીએમ મશીનમાં ખોટકો આવ્યો હતો તે તાત્કાલિક અસરથી બદલાવવામાં આવેલ હતું.

જયારે ધોરાજીના વિવિધ ગામોમાં છ પ્રકારની ફરિયાદો ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે આવેલી હતી જેમાં લાંબી લાઈનો મતદાન મથક આજુબાજુમાં ટોળા વિગેરે સામાન્ય ફરિયાદો આવી હતી.

આવતીકાલે મંગળવારે નવી ભગવતસિંહજી હાઈસ્કુલ ખાતે ધોરાજી તાલુકા પંચાયત જામકંડોરણા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ૪ સીટ માટે મત ગણતરી થશે.

હાલમાં તમામ મતદાન મથકો ઉપર થી ઇવીએમ મશીન સાથે કર્મચારીઓ ધોરાજી આવી રહ્યા છે જે મોડી રાત સુધી વ્યવસ્થાની કાર્યવાહી થશે અને નવી ભગવતસિંહજી હાઈસ્કુલ માં સ્ટ્રોંગ રૂમમાં ચાપતો બંદોબસ્તમાં ઇવીએમ મશીન રાખવામાં આવશે.

(12:20 pm IST)
  • રેલ્વે મુસાફરોને વધુ એક સુવિધા મળશેઃ દેશની ૫૦ જેટલી ટ્રેનમાં wi-fi સિસ્ટમ્સ ઉપલબ્ધ કરાશે : રાજધાની, શતાબ્દી, દુરંતોમાં ટૂંક સમયમાં ટ્રેનોમાં wi-fi સુવિધા મળશેઃ પ્રથમ તબકકા માટે ૨૭ કરોડનું બજેટ ફાળવાયું access_time 4:27 pm IST

  • જૂનાગઢ રાજકોટ હાઇવે પર ગોમટાથી લઈને ખોડિયાર પરોઠા હાઉસ સુધી 15 કિલોમીટર હાઇવે પર ડુંગળી ભરેલા ટ્ર્કના થપ્પા લાગ્યા : ડુંગળીની ચિક્કાર આવક access_time 10:26 pm IST

  • મહારાષ્ટ્રમાં ફરી કોરોના બેકાબૂ બનતો જાય છેઃ બીજી લહેર શરૂ થયાના એંધાણઃ હીંગોલી શહેરમાં એક અઠવાડિયાનો કફર્યું: અનેક શહેરોમાં એક અઠવાડિયાનો કફર્યું: અનેક શહેરોમાં વધુ માત્રામાં કોરોના દર્દીઓ મળતાં જાય છેઃ પુણેમાં રાત્રી કફર્યુ ૧૪ માર્ચ સુધી લંબાવી દેવામાં આવ્યોઃ રાજયમાં ફરી આકરા લોકડાઉનની તૈયારી ? નાગપુર- અમરાવતીમાં વીક એન્ડ કર્ફયુ access_time 4:26 pm IST