Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારમાં ઊંચું મતદાન

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧: ભાવનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજયની ચૂ઼ટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. ભાવનગર જિલ્લા પંચાયત જિલ્લાની દસ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાની ચંૂટણીનાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યુ હતું.

ભાવનગર જિલ્લા પંચાયતની ૪૦ બેઠકો માટે ઉંચું મતદાન થયું હતું. સાંજના પાંચ વાગ્યા સુધીનાં જિલ્લા પંચાયતમાં ૫૭.૧૫ ટકા મતદાન થયું હતું. જયારે જિલ્લાની દસ તાલુકા પંચાયતની ૨૧૦ બેઠક માટે સાંજના પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ ૫૭.૫૫ ટકા મતદાન થયું હતું.

ભાવનગર જિલ્લાની ત્રણ નગરપાલિકામાં સાંજના પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ ૫૫.૮૮ થી મતદાન થયું હતું. જિલ્લાની મહુવા નગરપાલિકામાં ૫૨.૧૧ ટકા, પાલિતાણા નગરપાલિકામાં ૫૮.૯૬ ટકા અને વલભીપુર નગરપાલિકામાં સૌથી વધુ ૬૩.૩૧ ટકા મતદાન થયું હતું.

(12:04 pm IST)