Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

જુનાગઢ રોયલ પાર્ક સોસાયટીમાં સ્નેહમિલનઃ કોરોના વોરીયર્સ પોલીસ અધિકારીઓ-પીજીવીસીએલના ઓફીસરોનું સન્માન

જુનાગઢઃ જુનાગઢમાં તળાવ દરવાજા પાસે આવેલ રોયલ કો.ઓ.પ. હાઉસીંગ સોસાયટીના રહીશોનું કોરોના કાળને લઇને નુતનવર્ષનું સ્નેહ મિલન યોજાયું ન હતું. પરંતુ કોરોનાની ગતી જુનાગઢમાં મંદ પડતા બુધવારની રાત્રે રોયલ સોસાયટી ખાતે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે કોરોના કપરા કાળ દરમ્યાન સતત ખડેપગે રહી ફરજ બજાવનાર પોલીસ અધિકારીઓ, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, એ ડીવીઝનના પીઆઇ આર.જી.ચૌધરી, બી ડીવીઝનના મહીલા પીઆઇ આર.બી.સોલંકી, એ ડીવીઝનના પીએસઆઇ એ.કે.પરમાર, ટેકનીકલ પીએસઆઇ પ્રતિક મશરૂ અને પીજીવીસીએલના અધિકારીઓનું રોયલ સોસાયટીના મહીલઓ સહીત રહીશો દ્વારા અદકેરૂ સન્માન કરવામાં આવ્યું હતું. અને તમામ અધિકારીઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી. પુર્વ ડે. મેયર ગિરીશભાઇ કોેટેચાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જુનાગઢ ટુડે દૈનિકના તંત્રી કૃષ્ણકાંતભાઇ રૂપારેલીયા, મનપા સ્ટેન્ડીંગ કમીટીના પુર્વ ચેરમેન અને કેળવણીકાર નિલેશભાઇ ધુલેશીયા, જલારામ ભકિતધામના પી.બી.ઉનડકટ, અગ્રણી વેપારી રાજુભાઇ જોબનપુત્રા, સુરેશભાઇ દત્તા, અશોકભાઇ પોપટ રમણીકભાઇ પટેલ વગેરે ઉપસ્થિત રહયા હતા. આ તકે પુર્વ ડે.મેયર શ્રી ગીરીશભાઇ કોટેચાએ અધિકારીઓની કામગીરીની પ્રસંશા કરી હતી અને સાથે સાથે વરિષ્ઠ અધિકારીઓનું સન્માન કરવા બદલ કાર્યક્રમના આયોજકોને બિરદાવ્યા હતા. સન્માનના પ્રત્યુતરમાં ડીવાયએસપી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ આયોજકોનો આભાર વ્યકત કરતા જણાવેલ કે કોઇ પણ મુશ્કેલીમાં પોલીસ હંમેશા પ્રજાજનોના પડખે છે. જયારે જુનાગઢ ટુડે દૈનીકના તંત્રી શ્રી કૃષ્ણકાંત રૂપારેલીયાએ જણાવેલ કે કોરોના કાળના કપરા સમયમાં પણ પોલીસ તંત્રએ રાઉન્ડ ધ કલોક ખડે પગે રહેવા ઉપરાંત જરૂરીયાતમંદોને ભોજન પુરૂ પાડવાની સાથે જીવન જરૂરી ચીજ વસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવેલ તેમજ જનજાગૃતીના ભાગરૂપે માસ્ક પણ આપવામાં આવેલ. એટલું જ નહી ગરીબ લોકોને જરૂરી ખર્ચ માટે નાણા પણ આપીને પોલીસ અધિકારીઓ અને જવાનોએ તેઓ પ્રજાના મિત્ર છે તે સાબીત કરી આપ્યું છે. આ તકે પૂ. જલારામ બાપાને થાળ ધર્યા બાદ ભોજન પ્રસાદનું પણ આયોજન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રોયલ સોસાયટીના પ્રમુખ મનોજભાઇ પોપટ અને ઉપપ્રમુખ મનોજભાઇ જોબનપુત્રાના માર્ગદર્શન હેઠળ સંજયભાઇ કારીયા, પ્રભુદાસભાઇ વઘાસીયા, જગદીશભાઇ જોબનપુત્રા, કેતનભાઇ વગેરેએ જહેમત ઉઠાવી હતી. (અહેવાલઃ વિનુ જોશી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(11:59 am IST)
  • મહારાષ્ટ્રમાં આજે સવારે પણ ૮૨૯૩ નવા કેસ નોંધાયા, તો કેરળમાં ૩૨૫૪ કેસ સાથે આ બે રાજ્યોમાં ૧૧૫૦૦ થી વધુ કોરોના કેસ નોંધાયા છે: પુણેમાં ફરી હાહાકાર મચ્યો છે, ૧૧૮૫ નવા કેસ: મુંબઈમાં ૧૦૫૧ અને નાગપુર ૯૯૪ તથા અમરાવતી માં ૮૬૨ નવા કોરોના કેસ નોંધાયા: ગુજરાતમાં આજે સવાર સુધીમાં ૪૦૭ નવા કોરોના કેસ નોંધાયા છે: ભારતમાં આજ સવાર સુધીમાં કુલ ૧૫૫૦૦ નવા કોવિડ-૧૯ના કેસ નોંધાયા access_time 12:25 pm IST

  • જૂનાગઢ રાજકોટ હાઇવે પર ગોમટાથી લઈને ખોડિયાર પરોઠા હાઉસ સુધી 15 કિલોમીટર હાઇવે પર ડુંગળી ભરેલા ટ્ર્કના થપ્પા લાગ્યા : ડુંગળીની ચિક્કાર આવક access_time 10:26 pm IST

  • નરેન્દ્ર ભાઈ પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ પણ આજે જ કોરોના વાયરસની રસી મૂકાવી રહ્ના છે. અમિતભાઈ પોતાનાં નિવાસસ્થાને કોરોનાની રસી મુકાવશે. મેદાંતા હોસ્પિટલનાં ડો.સુશીલા વેક્સિનનો પ્રથમ ડોઝ આપશે. અમિતભાઈ શાહને ભારત બાયોટેકની કોવેક્સિનની રસી આપવામાં આવી રહી છે. નરેન્દ્રભાઈઍ પણ આ જ વેકસીન મુકાવી હતી. access_time 11:16 am IST