Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

જામનગર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ : ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ

ગ્રામ્ય વિસ્તારમાં 507 કેન્દ્ર પર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ

જામનગર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા બાદ ઇવીએમ મશીન સીલ કરી દેવાયા છે જામનગર ના ગ્રામ્ય વિસ્તારમાં 507 કેન્દ્ર પર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થતાં પોલિંગ સ્ટાફ દ્વારા ઉમેદવારોના પ્રતિનિધિઓની હાજરીમાં ઇવીએમ સીલ કરાયા છે આગામી મંગળવાર સુધી આ ઈવીએમ મશીનો સીલ રહેશે. અને મતગણતરી દરમિયાન લોકોએ કોને જનાદેશ આપ્યો છે તે જાહેર થશે.(તસવીરો: કિંજલ કારસરીયા,જામનગર)

(10:08 pm IST)