Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દશ વર્ષ જુના આધારકાર્ડ અપડેટ કરી શકાશે

દેવભૂમિ દ્વારકા:છેલ્લા દશ વર્ષથી આધારકાર્ડ ઓળખના પુરાવા તરીકે સૌથી વ્યાપક રીતે ઉભરી આવેલ છે. વિવિધ સરકારી સેવાઓનો લાભ લેવા માટે આધારકાર્ડ એક અનિવાર્ય દસ્તાવેજ છે. તાજેતરમાં યુનિક આઇડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા ( યુ.આઇ.ડી. એ.આઇ.), ભારત સરકારની તા. ૧૯/૦૯/૨૦૨૨ની કચેરી યાદીથી જે રહેવાસીઓએ ૧૦ વર્ષથી વધુ સમય પહેલા આધારકાર્ડ કઢાવ્યું હોય અને તેટલા સમયગાળા દરમિયાન કોઈ આધાર અપડેશન કરવામાં આવેલ નાં હોય, તેવા રહેવાસીઓએ સરકારી સેવાઓના અવિરત લાભ લેવા માટે નિયત કરેલ દસ્તાવેજો સાથે આધારકાર્ડ અપડેટ કરવા જણાવાયું છે. તથા તે માટે સરકારશ્રી દ્વારા રૂ. ૫૦નો દર નક્કી કરવામાં આવેલ છે. આ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા નજીકના આધાર નોંધણી કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે તેમ નોડલ ઓફિસર (યુ.આઇ.ડી.) અને નિવાસી અધિક કલેકટર, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.

(12:37 am IST)