Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

મોરબીમાં ચોરી કરી રાજકોટમાં નામ બદલીને રહેતી હતી, ૨૦ વર્ષે મહિલા આરોપી ઝડપાઈ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં સંડોવાયેલ મહિલા આરોપી છેલ્લા ૨૦ વર્ષથી નાસતી ફરતી હોય જે મહિલા આરોપીને ઝડપી લઈને એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જીલ્લા પોલીસવડાની સુચનાથી એલસીબી પીઆઈના માર્ગદર્શન હેઠળ એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી તાલુકા પોલીસ મથકમાં વર્ષ ૨૦૦૩ ની સાલમાં બે ચોરીના ગુનામાં સંડોવાયેલ મહિલા આરોપી નીરૂ ચકુ મોહન દેવીપુજક રહે રાજકોટ કોઠારિયા રોડ વાળી છેલ્લા ૨૦ વર્ષથી નાસતી ફરતી હોય જે મહિલા આરોપી રાજકોટમાં લક્ષ્મીવાડી મેઈન રોડ ગોવિંદપરા ૧ માં નીકીતાબેન નામથી રહેતી હોવાની બાતમી મળતા ટીમે રાજકોટ ખાતે તપાસ કરતા આરોપી નીરૂબેન સોલંકી (ઉ.વ.૩૯) વાળી મળી આવતા મહિલા આરોપીને ઝડપી લઈને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપવામાં આવી છે
જે કામગીરીમાં એલસીબી પીઆઈ ડી એમ ઢોલ, પીએસઆઈ કે જે ચૌહાણ, એન એચ ચુડાસમા, એ ડી જાડેજા, જયેશભાઈ વાઘેલા, ચંદ્રકાંતભાઈ વામજા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા અને મહિલા પોલીસ ફૂલીબેન તરાર તેમજ પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ ટીમ જોડાયેલ હતી.

(11:46 pm IST)