Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

શ્રી સ્વામિનારાયણ મંદિર નાની બજાર ગોંડલમાં મૂર્તિ પ્રતિષ્ઠા ની 152 મો વાર્ષિક પાટોત્સવ ઉજવાશે

ગોંડલ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસાદીના ધામ રૂપ નાની બજારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી ધર્મદેવ ભક્તિ માતા તથા રાધાકૃષ્ણ દેવની મૂર્તિ પ્રતિષ્ઠા નો 152 નો વાર્ષિક પાટોત્સવ મહાસુદ 13 તારીખ 3 2 2023 ને શુક્રવારના રોજ શાસ્ત્રત વૈદિક વિધિથી ઉજવાશે
સંપ્રદાયના પ્રસાદીના ધામરૂપ આ મંદિરમાં ઇતિહાસ મુજબ ગોંડલના નામદાર મહારાજા શ્રી સગરામ સિંહજી બાપુ ને ત્યાં મૂર્તિ શ્રી ગુણાતીનંદ સ્વામીના આશીર્વાદથી મહારાણી શ્રી મોંઘીબા ને પુત્ર રત્ન રૂપે સર ભગવતસિંહ નો જન્મ થતા પ્રસન્નતા ના ભાગરૂપે ગોંડલમાં નાની બજાર વિસ્તારમાં શિખરબદ્ધ મંદિર બનાવવાનો તમામ ખર્ચ રાજ્ય તરફથી આપવામાં આવશે તેવું લખાણ જુનાગઢ મંદિરે મહંત તરીકે બિરાજતા શ્રી ગુણાતીતનંદ સ્વામી એ આપેલ
હાલ નાની બજારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી ધર્મદેવ ભક્તિ માતા તથા શ્રી રાધાકૃષ્ણ દેવ ની મૂર્તિ જે પ્રસાદી રૂપે ગઢપુર મંદિરમાં પધરાવવાની હતી પરંતુ સ્વરૂપ નાનું હોવાથી શ્રીજી મહારાજ આજ્ઞા કરી આ શ્રી રાધાકૃષ્ણની મૂર્તિ ગોંડલ મંદિરમાં પધરાવેલ તે સમયના આચાર્ય મહારાજ 1008 સવંત શ્રી ભગવત પ્રસાદજી મહારાજના રસ્તે શાસ્ત્રત વૈદિક વિધિથી સંવત 1928 મહા સુદ તારીખ 13 ના રોજ ધામધૂમથી પધરાવેલ.
આજે આ મૂર્તિનો 152 મો પાટોત્સવ હાલના વડતાલના પીઠાજી મતી 1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ અને આજ્ઞા સાથે સંવત 2079 મહા સુદ 13 તારીખ 3 તારીખ 3 2 2023 ને શુક્રવારના રોજ શ્રી ગુણાતી ધામ ગોંડલ મંદિર શાસ્ત્રોહત વૈદિક જલયાત્રા અભિષેક અન્નકૂટ હવન યજ્ઞ હોમ સાથે સંતોની ઉપસ્થિતિમાં સત્સંગ સભામાં દર્શનનો અમૂલ્ય લાભ લેવા મંદિરના કોઠારી શ્રી સરજુ સ્વામી તથા શ્રી આનંદ સ્વરૂપ સ્વામી દ્વારા દરેક ધર્મપ્રેમી સત્સંગીઓ ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવેલ
સમગ્ર ધાર્મિક કાર્યના યજમાન પદે લાઠીલા સત્સંગ  પંકજભાઈ રત્નાભાઇ ઠુંમર પરિવાર બિરા જશે

(11:38 pm IST)